For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંસા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ કાલોલની મુલાકાત કરી

પંચમહાલના કાલોલમાં કોમી તોફાનો બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

પંચમહાલના કાલોલમાં કોમી તોફાનો બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. હિંસા બાદ કોંગ્રેસનું ત્રણ ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ સ્થાનિક અગ્રણીઓ સાથે કરી મુલાકાત કરવા પહોંચ્યુ હતુ. આ પ્રતિનિધી મંડળમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ધારાસભ્ય જાવેદ પીરજાદા જોડાયા હતા. હાલોલ ખાતે ધારાસભ્યોએ લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્થાનિક લોકોને શાંતિ, અમન અને ભાઈચારાની અપીલ કરી હતી.

Recommended Video

પંચમહાલ : કાલોલ તોફાનો બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હાલોલની મુલાકાતે

kalol violence

કાલોલમાં ગૌમાંસ મુદ્દે એક ખાનગી ડેરીના સંચાલકને માર મારવાની ઘટના બાદ શહેરમાં હિંસા ફાટી હતી. પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી 100 થી વધારે લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓને મંગળવારે કાલોલ કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટે ૧૬ મુખ્ય સૂત્રધારોને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાકીના ૮૬ આરોપીઓને જ્યુડિસિયલ કસ્ટડીમાં મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ત્રણ આરોપીઓ સગીર હોવાથી બાળ અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના લધુમતિ ધારાસભ્યો કાલોક પહોંચ્યા હતા અને શાંતિ અને ભાઈચારાને જાળવી રાખલા અપીલ કરી હતી.

English summary
Three Congress MLAs visited Kalol after the violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X