વડોદરાની ત્રણ શાળાઓને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શાળા પુરસ્કાર એનાયત કરાયો!

વડોદરા જિલ્લાની ત્રણ શાળાઓને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શાળા પ્રદર્શન પુરસ્કાર અને વડોદરા જિલ્લાને રાજયકક્ષાનો ''શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન ' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાની ત્રણ શાળાઓને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શાળા પ્રદર્શન પુરસ્કાર અને વડોદરા જિલ્લાને રાજયકક્ષાનો શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર અંતર્ગત ગુજરાત રાજયનો રાજયકક્ષાનો સ્વચ્છ વિધાલય પુરસ્કાર અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વચ્છ વિધાલય પુરસ્કાર, વિજેતા બનેલ વડોદરા જિલ્લાની ઈટોલી પ્રા.શાળા અને ઉડેરા પ્રા.શાળા તથા સબ કેટેગરીમાં વિજેતા બનેલ વણાદરા પ્રા.શાળાને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે " શ્રેષ્ઠ શાળા પ્રદર્શન " પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

Vadodara

આ યોજના અંતર્ગત એવોર્ડ મેળવતી શાળાઓની સંખ્યા પાર્ટીસીપેશન વગેરે ધ્યાને લેતા રાજયના એક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લા તરીકે વડોદરા જિલ્લાને રાજયકક્ષાનો " શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન " પુરસ્કાર ટ્રોફી અને પ્રમાણપત્ર શિક્ષણ મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર, સમગ્ર શિક્ષાની કચેરી ધ્વારા કરવામાં આવ્યું હતુ.

રાજય કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં પસંદગી પામેલ શાળાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાની બાળસંસદના ઉપસ્થિત વિધાર્થીઓનું સ્મૃતિભેટથી સન્માન કરવા સાથે સબ કેટેગરીમાં વિજેતા બનેલ શાળાને પણ રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા નોડલ ઓફિસર સહિતનાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X