આજે ગાંધીનગરમાં પાસના 11 કન્વીનર સાથે ના.મુખ્યમંત્રીની બેઠક

Posted By:
Subscribe to Oneindia News

આજે પાસના 11 કન્વિનરો અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાશે. મંગળવારે હાર્દિક પટેલે પાસ કન્વિનરો સાથે ઉદયપુરમાં બેઠક યોજી હતી. જેમાં અનામતના મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા 11 સભ્યોની ટીમની પસંદગી કરાઇ હતી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં સવારે 10 વાગે બેઠક શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં ફરી ભાજપ સરકાર સાથે પાટીદારોનું સમાધાન થશે કે નહીં તે હવે જોવું જ રહ્યું!

hardik patel

ઉલ્લેખનીય છે કે એસપીજી-સરદાર પટેલ ગ્રુપ અનામતની લડાઇમાંથી બહાર થઇ ચૂક્યું છે. હવે પાસ સાથે સમાધાન માટે સરકાર શું રસ્તો કાઢે છે તે જોવું રહ્યું. નોંધનીય છે કે યુવા પાટીદારો હાર્દિક પટેલને તેના યુવા નેતા તરીકે જોઇ રહ્યા છે. અને હાર્દિક પટેલ 2017ની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. તે જોતા જ ગુજરાતની ભાજપ સરકારે પાણી પહેલા પાળના ભાગ સ્વરૂપે વાતચીતનો આ બીજો દોર શરૂ કર્યો છે.

paas
English summary
Today in Gandhinagar, Deputy Chief minister Nitin Patel meets 11 PAAS convener on reservation issues.
Please Wait while comments are loading...