આજે અમદાવાદ મેયર અને ડેપ્‍યુટી મેયરની ચૂંટણી યોજાશે

amc-building
અમદાવાદ, 30 એપ્રિલ : અમદાવાદ શહેરના મેયર અને ડેપ્‍યુટી મેયરની અઢી વર્ષની મુદ્દત 30 એપ્રિલ, 2013ના રોજ એટલે કે આજે પૂર્ણ થતી હોવાથી સવારે 11 વાગ્‍યે મ્‍યુનિસિપલ જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં મેયરપદે ભાજપના મહિલા કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવશે.

પ્રતિષ્ઠીત મેયરપદ માટે ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરો વચ્‍ચે તીવ્ર સ્‍પર્ધા હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેયર અસીત વોરા અને ડેપ્‍યુટી મેટર દર્શનાબહેન વાધેલાની મુદ્દત 30મી એપ્રિલે પૂર્ણ થાય છે. હવે બાકીના અઢી વર્ષ માટે મેયર પદ મહિલા માટે અનામત હોવાથી સત્તાધારી ભાજપના કોઈ મહિલા કોર્પોરેટરની નિમણૂંક થશે.

આ મહત્‍વકાંક્ષી પદ માટે ભાજપના પ્રતિભાબહેન જૈન, મિનાક્ષીબહેન પટેલ, બિજલબહેન પટેલ, નંદીનીબહેન પંડયાના નામો સંભવિત તરીકે ચર્ચામાં છે. જ્‍યારે ડેપ્‍યુટી મેયરપદે અનામત કેટેગરીના કોઈ કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવે તેવી શક્‍યતા છે. ડેપ્‍યુટી મેયરપદ માટે વસંત પરમાર, મહાદેવ દેસાઈ, રમેશ દેસાઈના નામો સંભવિત તરીકે ચર્ચામાં છે.

અલબત્ત સોમવારે રાત્રે ભાજપ હાઈકમાન્‍ડની બેઠક મળી હતી, જેમાં મેયર અને ડેપ્‍યુટી મેયરના નામો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આથી આજે તેની સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ પૂરી કરવાની રહેશે.

મેયર અને ડેપ્‍યુટી મેયરની ચંટણીમાં કોંગ્રેસ પક્ષે મેયરપદ માટે વિધીબહેન વાજા અને ડેપ્‍યુટી મેયરપદ માટે અતુલ પટેલને ઊભા રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જો કે હાલમાં ભાજપના 151 કોર્પોરેટરોની સામે કોંગ્રેસના 38, અપક્ષ બે અને એનસીપીના એક કોર્પોરેટર હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X