ક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : હવે ગુજરાતમાં સામે આવ્યો 'લવ ઝેહાદ'નો કિસ્સો
અમદાવાદ, 4 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગળ વાંચતા રહો ક્રાઇમ ન્યુઝ ઓફ ગુજરાત...
વડોદરાની ટીનએજ ગર્લે પૈસા મેળાવવા પોતાનું કિડનેપ કરાવ્યું
ગુજરાતના વડોદરા શહેરની 19 વર્ષની એક ટીનએજ છોકરીએ પોતાના માતા-પિતા પાસેથી પૈસા મેળવવા મિત્ર સાથે મળીને પોતાના જ અપહરણનો કારસો રચ્યો હતો. પોલીસ તપાસ બાદ આ રહસ્ય ખુલ્યું હતું. જો કે હાલના તબક્કે જાણવા મળ્યું નથી કે છોકરીને મોટી રકમ શા માટે જોઇતી હતી. છોકરીએ પોતાના મિત્ર ભાવિક સોની (21 વર્ષ) સાથે મળીને પોતાનું અપહરણ કરાવ્યું હતું અને છોડાવવા માટે રૂપિયા 35 લાખની મોટી રકમ માંગી હતી. સોની છોકરીની પિતરાઇ બહેન સાથે સંબંધ ધરાવે છે. પોતાના સંબંધ ખુલ્લો ના પડે તે માટે અપહરણમાં તેનો સાથે આપ્યો હોવાનું તેણે પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
પંચમહાલના કાલોલમાં લવ જેહાદનો કિસ્સો નોંધાયો
પંચમહાલના કાલોલમાં લવ જેહાદનો કિસ્સો બહાર આવ્યો છે. 16 વર્ષીની એક હિન્દુ સગીરા પર પરિવારજનો બહાર ગામ ગયા હોવાનો ફાયદો ઉઠાવી ઈરફાન ગુલામ બેલીમ નામના યુવકે બળાત્કાર ગુજાર્યો. આ ઘટના બાદ સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. ઈરફાન રિક્ષા ડ્રાઈવર છે. આ ઘટના સમયે સગીરાનો માસીનો દીકરો ઘરમાં આવી પહોંચતા તેણે ઈરફાનને ઝડપી પાડયો હતો. ઈરફાને પોતાની ઓળખ સતીષ તરીકે આપી હિન્દુ હોવાનો ડોળ કર્યો હતો. પરંતુ પાડોશીઓ એકઠા થતાં ઈરફાનનો ભાંડો ફુટી ગયો હતો.

રાજકોટમાં હિટ એન્ડ રનમાં બે વ્યક્તિના મોત
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. રાજકોટના ગોડલ રોડ ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા આઈસર ટ્રકે રાધે ચોકડી પાસે 4 કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હસમુખભાઈ ચૌહાણનુ મોત ઘટના સ્થળે થયું હતું જયારે મનસુખભાઈ ટાંકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જન ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલક માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો. ટ્રક ડ્રાઈવર દારૂ પીધેલો હોવાની આશંકાના કારણે પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પ્રેમિકાની નજર સામે જૂના પ્રેમીએ નવા પ્રેમીનો ખાત્મો બોલાવ્યો
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની નજર સામે જૂના પ્રેમીએ નવા પ્રેમીનો ખાત્મો બોલાવ્યો હોવાનો કિસ્સો નોંધાયો છે. વાસણા પોલીસ ચોકી પાછળ ગણેશનગર હાઉસીંગ ખાતે રહેતો ગોપાલભાઇ જેઠાભાઇ ભાટી મંગળવારે સાંજે સેટેલાઇટમાં સાંઇબાબા મંદિર સામે ગલીમાં આવેલા પુજન મ્યુનિસિપલ ગાર્ડનમાં તેની પ્રેમિકા સાથે બાંકડા પર બેઠો હતો. સેટેલાઇટમાં રામદેવનગર ડંગામાં રહેતો પરેશ છગનભાઇ સોલંકી આવ્યો અને કેમ તું મારી પ્રેમિકા સાથે બેઠો છે તેમ કહીને લાકડી વડે ગોપાલના માથામાં ફટકા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ સોલંકીએ ફરિયાદ નોધાવતાં પોલીસે પરેશ સામે ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને જેલના હવાલે કર્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
