For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : સપ્ટેમ્બર 6, 2014

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગળ વાંચતા રહો ક્રાઇમ ન્યુઝ ઓફ ગુજરાત...

લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને ફોસલાવી ગેસ્ટહાઉસમાં સહશયન કર્યુ
શિક્ષક દિવસે ગુરુવંદના થાય છે ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદમાં લંપટ શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થિનીને ફોસલાવીને ભગાડી ગયો હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. જૈનાબાદની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અન્ય શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય મુળુ સોલંકીએ ખરાબ દાનતથી વિદ્યાર્થીનીને ફોસવાલીને ફરવા લઇ જવાનું કહીને રાજપીપળા લઇ ગયો હતો. ત્યાં વિદ્યાર્થિની સાથે રહેવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીના માતાપિતાની ફરિયાદને આધારે સુરેન્દ્રનગર પોલીસે તેને રાજપીપળાની ગેસ્ટહાઉસમાંથી પકડી પાડ્યો હતો. બીજી તરફ વિદ્યાર્થિનીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે.

jainabad-teacher

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટમાં 6 રૂપલલના ઝડપાઇ
અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ નજીક સેવન અપ હોટલ પાસેથી કોલગર્લ્સનું હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ પકડાયું છે. જેમાં મહિલા ક્રાઇમ બ્રાંચે 6 રૂપલલના તેમજ 3 દલાલોને ઝડપી લીધા છે. આ સેક્સ રેકેટ રાજુ ચૌધરી નામનો વ્યક્તિ ફોન પર ચલાવતો હતો. તેણે હોટલ બુક રાખવાની જવાબદારી ગ્રાહક પર નાખી હતી. રાજુ રૂપિયા 5,000થી લઇને રૂપિયા 50,000 સુધીની છોકરીઓ સપ્લાય કરતો હતો.

ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવ સુરત કોર્ટમાં રજૂ
સુરત હવાલા કૌભાંડમાં થયેલા ફાયરિંગ કેસના આરોપી અને ઉત્તરપ્રદેશની બરેલી જેલમાં કેદ ગેંગસ્ટાર બબલુ શ્રીવાસ્તવને સુરત લાવવામાં આવ્યો છે. બબલુને આજે ફરીથી કોર્ટમાં રજુ કરાશે. તેને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયો હતો. અફરોઝ ફટ્ટા પર ફાયરિંગનું કાવતરું રચવા મામલે બબલુ શ્રીવાસ્તવ સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉત્તરપ્રદેશ પોલીસ ગઈકાલે તેને લઈને સુરત આવી હતી. સુરત જિલ્લા કોર્ટમાં બબલુ તરફથી એક અરજી રજુ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં તેના પર જીવલેણ હુમલો થઈ શકે છે. જેના પગલે તેણે સુરક્ષા માગી છે.

English summary
Top crime news of Gujarat : September 6, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X