ગોંડલમાં સૂકાયેલ વૃક્ષને પુનર્જીવિત કરાયા

Subscribe to Oneindia News

સાહિત્ય વર્તુળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા ગોંડલના કલાકારો દ્વારા જાહેર રોડ પર સૂકાઇ ગયેલ વૃક્ષને ફરીથી રંગોના સથવારે મનમોહક રીતે નવપલ્લવિત કરી ગોંડલ શહેરના મૃત વૃક્ષોને જીવંત કરવાની ઉમદા પહેલ કરીને ગામની શોભામાં અભિવૃદ્ધિ કરવાના સુંદર કાર્યનો શુભારંભ કરવામાં આવેલ છે.

gondal tree

મુખ્ય માર્ગો પર સૂકાઈ ગયેલ 10 જેટલા વૃક્ષો રંગોથી શણગારવામાં આવી રહેલ છે. આ ઉમદા કામને સાકાર કરવામાં હિતેશભાઈ દવે, ડો.દિપક લંગાલિયા, ડો.દિપક વડોદરિયા, આર્ટીસ્ટ મુનિર બુખારી, કિશોર સોલંકી, ભરતભાઈ તલસાણીયા, પ્રતિક્ષાબેન વગેરે જહેમત ઉઠાવી સહકાર આપ્યો છે.

English summary
trees are reborn in gondal
Please Wait while comments are loading...