મુન્દ્રાથી કથુવાસ(રાજસ્થાન) સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ
મુન્દ્રાથી કથુવાસ(રાજસ્થાન) સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાતના મુન્દ્રાથી રાજસ્તાનના કથુવાસ વચ્ચેના ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે, ભારતીય રેલવેએ નિવેદન જાહેર કરી આ અંગે માહિતી આપી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ પહેલથી દેશના અન્ય ભાગોને ગુજરાતના બંદરો સાથે જોડશે જેના થકી ગુજરાતના બંદરો ઝડપી અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સુવિધા પ્રદાન કરશે.

મંગળવારે સવારે રેલવે મંત્રીએ પણ અમુક તસવીરો ટ્વીટ કરી હતી.
દરમિયાન ગતરોજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રાઈટ કોરિડોરના નવા બનેલા રેવાડી-મદર સેક્શન પર પહેલું ઉદ્ઘાટન ટ્રાયલ રન હાથ ધરાયું હતું, આ અંગે રેલવેએ પણ પુષ્ટિ કરી છે. રેલવેએ 306 કિમીનું અંતર કાપ્યું હતું. ન્યૂ કિશનગઢ સ્ટેશનેથી ટ્રાયલ રનને ઝંડો બતાવવામાં આવ્યો હતો.

રેલવે મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, "રેવારી- મદાર વિભાગ હરિયાણા અને રાજસ્થાનમાં છે. આ વિભાગમાં 16 મોટા પુલ, 270 નાના પુલ, 4 રેલવે ફ્લાયઓવર, રોડ પરના 19 બ્રિજ અને 188 જેટલા અન્ડરગ્રાઉન્ડ બ્રીજ આવેલા છે."

આ વિભાગમાં 9 નવનિર્મિત ડીએફસી સ્ટેશન આવેલાં છે, 6 ક્રોસિંગ સ્ટેશન (ન્યૂ દાબલા, ન્યૂ ભાગેદા, ન્યૂ શ્રી માધોપુર, ન્યૂ પચર મલિકપુર, ન્યૂ સકુન અને ન્યૂ કિશનગઢ) આવેલાં છે અને 3 જંક્શન (ન્યૂ રેવારી, ન્યૂ અટેલી અને ન્યૂ ફુલેરા) આવેલાં છે.

રેલવે મંત્રાલયે જણાવ્યું કે, જમીનને બાદ કરતાં આ પ્રોજેક્ટ પાછળ 3918 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
