
ગુજરાત વિધાનસભામાં પાસ થયુ ટ્રિપલ આઈટી બિલ, છાત્રોને મળશે ડિગ્રી અને તત્કાલ જૉબ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ટ્રિપલ આઈટીનુ બિલ પાસ થઈ ગયુ છે. જેના કારણે હવે છાત્રોને ડિગ્રી આપવામાં આવી શકાશે અને પછી જૉબ પણ જલ્દી મળી જશે. તમને જણાવી દઈએ કે પહેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ફૉર્મેશન ટેકનોલૉજી(આઈઆઈઆઈટી) અધિનિયમ સુધાર બિલ-2020 લોકસભામાં મંજૂરી મળી હતી. હવે આ બિલ ગુજરાત વિધાનસભામાં પણ પાસ થઈ ચૂક્યુ છે. આ બિલ પાસ થયા બાદ આઈઆઈટી સંસ્થાના છાત્રોને બીટેક, એમટેક અને પીએચડીની ડિગ્રી આપી શકાશે.
આ તરફ કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ સુરતની આઈઆઈટીને ઈન્સ્ટીટ્યુટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો આપી દીધો છે. બંને સરકારો અને ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત ઈન્ફૉર્મેટિક લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કંપની મળીને પીપીઈ સ્તરે આઈઆઈઆઈટી તૈયાર કરશે. જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા પ્રાઈવેટ પાર્ટીએ મળીને 128 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી છે. એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે સુરતના આઈઆઈઆઈટીને કામરેજના ખોલવડ પાસે જમીન મળી ગઈ છે. આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી નિર્માણ કાર્ય પણ શરૂ થઈ જશે.
આ તરફ ફી વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. કોરોના દરમિયાન સરકાર સામે વધુ એક સંકટ છે સ્કૂલ ફી વિવાદનો ઉકેલ લાવવાનુ. વાસ્તવમાં, માતાપિતા 25% ફી માફી પર સંતુષ્ટ નથી. તે ઈચ્છે છે કે 50 ટકા ફી માફ થાય. આ અંગે રાજ્યભરના માતાપિતા સંગઠન એક થઈ રહ્યા છે અને રાજ્ય સરકારને નિર્ણય બદલવાની વિનંતી કરી રહ્યા છે. વળી, ખાનગી સ્કૂલો આનાથી વધુ ફાયદો માતાપિતાને આપવા દેવા નથી માંગતા.
ઈલાજ વચ્ચે સમર્થકોને મળવા હોસ્પિટલની બહાર આવ્યા ટ્રમ્પ