મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ આ બેય તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે.
થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.
નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો








Click it and Unblock the Notifications
