માલધારી વસાહતને લઇ વિરોધ કરતા બે ખેડૂતોના હાર્ટ એટેકથી મોત

Subscribe to Oneindia News

રાજકોટ શહેરના આજુ - બાજુ ગામના ખેડૂતો બળદ ગાડા પર બેસીને રાજકોટ કલેકટર ઓફીસ ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા, રાજકોટ શહેરમાં વધતા જતા ઢોરોના ત્રાસને લઇ શહેરમાં વસતા માલધારીઓને રાજકોટ શહેરની આજુ-બાજુ ગામોમાં માલધારી વસાહત બનાવી ખસેડવાની યોજના બનાવામાં આવી છે. જેને લઇ રાજકોટ કલેકટર દ્વારા માલધારીઓને આજુ-બાજુના ગામોમાં જમીનની ફાળવમાં આવી છે. ત્યારે બળદ ગાડા પર આજુ- બાજુના ગામના લોકો કલેકટર ઓફીસ ખાતે માલધારી વસાહતનો વિરોધ કરવા પહોંચ્યા હતા.

rajkot

રાજકોટ શહેરની આજુ - બાજુ આવેલા ગામ માલધારીઓને ખસેડવાની યોજના બનાવી છે. જેનો આઠ ગામના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આજે સવારે બળદગાડા સાથે ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં બે ગ્રામજનોને હાર્ટએટેક આવ્યો હતો. અને તેમના મોત નીપજ્યા હતા. જેમાં પ્રભાતભાઈ લાવડીયાની કલેક્ટર કચેરીમાં તબિયત લથડતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે વિરોધ કરવા કચેરીએ આવી રહેલા અન્ય ગ્રામજન ભાણાભાઈને રસ્તામાં હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ તેમનું સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું.

Read also : ગુજરાતની પહેલી મહિલા ઇન્ચાર્જ ડીજીપી બની ગીથા જોહરી

કલેકટરને આવેદન પત્ર પાઠવવા મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા હતા. રાજકોટના કલેકટર ડૉ વિક્રાંત પાંડેને આવદેન પત્ર પાઠવ્યું હતું. અને જો માલધારી વસાહત બનાવવામાં આવશે તો આવેદનમાં જ અમરગઢ ગામના સરપંચ સહિત ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. અને આગળ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

English summary
Two farmer died during protest at Rajkot. Read more on it.
Please Wait while comments are loading...