સાવરકુંડલા ખાતેથી નકલી ચલણી નોટો સાથે 2 શખ્સો ઝડપાયા

Subscribe to Oneindia News

અમરેલીના સાવરકુંડલામાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બે શખ્સોને 50 ના દરની 84 નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આ બંન્ને શખ્સોની ધરપડક કરી પૂછપરછ હાથ ધરતા ખબર પડી હતી કે, અન્ય એક શખ્સે તેમને આ ચલણી નોટો વટાવવા આપી હતી. પોલીસે નકલી ચલણી નોટ આપનારા શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

note

મળતી માહિતી મુજબ સાવરકુંડલામાં આજે પોલીસે બાતમીના આધારે સાવરકુંડલાના આઝાદ ચોકમાં રહેતા અને અજમેરી લોજ ચલાવતા સલીમ ઇબ્રાહીમ પોપટીયા (ઉ.વ. 43) તથા આ જ વિસ્તારમાં રહેતા આસીફ અબ્દુલ ચાવડા (ઉ.વ. 25) ને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને સલીમ પોપટીયા પાસેથી રૂા.50 ના દરની 48 બનાવટી નોટો તથા આસીફ પાસેથી 50ના દરની 36 બનાવટી નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંન્ને શખ્સોને આ બનાવટી ચલણી નોટો વટાવવા માટે સાવરકુંડલાના જયસુખ વ્રજલાલ નામના શખ્સે આપી હોવાની માહિતી મળી છે. પોલીસે બંન્ને શખ્સોની રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

English summary
Amreli: 2 persons were arrested with fake currency notes of Rs.50 from Savarkundla.
Please Wait while comments are loading...