ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં એક-એક કેસ પોજિટિવ

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં એક-એક કેસ પોજિટિવ

ગાંધીનગરઃ દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે. ગુજરાતમાં આજે બે કેસ પોજિટિવ નોંધાયા છે. ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સુરત અને રાજકોટના વ્યક્તિમાં Covid-19ના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે.

Coronavirus

જણાવી દઈએ કે જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષીય યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી તે ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્ય હતો અને રાજકોટ આવ્યા બાદ તેને શરદીની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ તેના લોહી, કફના નમૂના જામનગર લેબોરેટરી ખાતે મોકલાયા હતા અને કોરોનાની શંકા દ્રઢ બનાં પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા હતા.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે પોજિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 17 લોકોને કવોરન્ટાઇન કરાયા છે. હજી સિવિલ હોસ્પિટલમાં 76 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X