ગુજરાતઃ 300 કૉલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ 8 ફેબ્રુઆરીથી શરૂ થશે, સરકારે આપી મંજૂરી
Colleges reopen in Gujarat 2021, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન 300 કૉલેજોમાં 8 ફેબ્રુઆરીથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરના ક્લાસ શરૂ થઈ જશે. આ ઉપરાંત પ્રવેશ પરીક્ષાઓ પણ થવા લાગશે. આ વિશે રાજ્ય સરકારે ઘોષણાઓ કરી હતી. સરકારે અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી. આ પહેલા અહીં જુલાઈમાં ફર્સ્ટ યરની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જો કે, કોરોનાના કારણે ઑફલાઈન અભ્યાસ બંધ હતો. સ્કૂલ-કૉલેજોમાં ઑનલાઈન અભ્યાસની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો તરફથી હવે કહેવામાં આવી રહ્યુ છે કે વિદ્યાર્થીઓએ કૉલેજ આવવાનુ રહેશે. જો કે હજુ હાજરી માટે સરકારે સ્પષ્ટ રીતે કંઈ કહ્યુ નથી. એક અધિકારીએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓની હાજરી વિશે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી શુક્રવારે કૉલેજોને આદેશ જાહેર કરી શકે છે. તેમણે જણાવ્યુ કે અહીં ગ્રેજ્યુએશ અને પોસ્ટ ગ્રેજ્યુએશના પહેલા વર્ષમાં 300 કૉલેજોમાં 40000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. વળી, સેકન્ડ યરના સ્ટુડન્ટને પણ કૉલેજ બોલાવવામાં આવશે. તેમણે કહ્યુ કે આમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશ કરનારા છાત્રો પણ શામેલ છે.
શિક્ષણ વિભાગના જરૂરી નિર્દેશ
કૉલેજોમાં વિદ્યાર્થીઓના ઑફલાઈન અભ્યાસ શરૂ કરાવવા સાથે જ શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યા છે કે એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે. શિક્ષણ વિભાગનો આદેશ છે કે સ્કૂલ-કૉલેજોમાં બધાએ સોશિયલ ડિસ્ટંસીંગ ફૉલો કરવાનુ રહેશે. આ ઉપરાંત માસ્ક પહેરવુ પણ અનિવાર્ય છે. વિભાગે સ્કૂલ-કૉલેજના સંચાલકોને કહ્યુ છે કે પરિસરમાં સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપવાની સુવિધા હોવી જોઈએ. વળી, હોસ્ટેલમાં એક રૂમમાં 2 વિદ્યાર્થી ન રાખવાના આદેશ આપ્યા છે.
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 12408 નવા કેસ, 15853 રિકવર