પુનઃવસન કરવાથી મોદી સરકાર દોષમુક્ત થતી નથીઃ બ્રિટન અખબાર

બ્રિટનના અખબાર ધ ફાઇનાનસિયલ ટાઇમ્સે તેના તંત્રી લેખમાં લખ્યું છે કે મોદી સાથે બ્રિટનનું સંબંધ સુધારવાનું પગલું પ્રશ્નો ઉભા કરે તેવું છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે બ્રિટન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં મોદી વિજયી થાય તેવી શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે મોદીની સ્વીકૃતિ વધી છે ત્યારે તેમને બહુમતિ પણ મળી શકે છે. અને 2014માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર માટે તેમની દાવેદારી પહેલા કરતા વધારે મજબૂત બની જાય છે.
તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મોદી જે રાજ્યના મુખ્યમંત્રી છે એ ગુજરાત રાજ્ય ભારતના અન્ય રાજ્યો કરતા વધુ ઉત્સાહી અને બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય છે, પરંતુ આ હિન્દુ રાષ્ટ્રવાદી નેતા પર ગુજરાત રમખાણોનો આરોપ છે અને આંતરાષ્ટ્રીય સમૂદાય દ્વારા તેમના પર 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, તેમણે ક્યારેય આ હત્યાઓ અંગે માફી માંગી નથી અને અફસોસ પણ વ્યક્ત કર્યો નથી.












Click it and Unblock the Notifications
