ઉનામાં રસ્તાની માંગણીને લઇને થયો અનોખો વિરોધ, તંત્ર થયું દોડતું

Subscribe to Oneindia News

શુક્રવારે, ગીર સોમનાથ જિલ્લાના ઉના દીવ હાઇવેની હાલત છેેલ્લાં એક વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિક લોકોએ ગાંધીનગર સુધી રજુઆત કર્યા બાદ પણ કોઇ પ્રશ્નનો નિવેડો ન આવતા ઉનામાં રહેતા સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં ઉના દીવ હાઇવે પર બે કલાક સુધી ચક્કા જામ કરીને વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. આ બનાવ બાદ ઉના પોલીસ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખુબ ઝડપથી રસ્તો રિપેર કરી આપવાની ખાતરી આપતા સ્થાનિક લોકોએ આંદોલન પરત લીધુ હતું. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતીઓ તેમની સમસ્યાને લઇને સચેત થયા. અને આંદોલનો માર્ગે પોતાનું કામ નીકાળી રહ્યા છે.

Gujatat

ઉનામાં આવેલી વિદ્યાનગર સોસાયટીમાં રહેતા સમીરભાઇ પટેલ નામના વ્યક્તિએ જણાવ્યુ કે અમે છેલ્લાં એક વર્ષમાં સાત આઠ વાર ગીર સોમનાથ જીલ્લાના કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓને આવેદન પત્ર આપ્યા હતા. જેમાં તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ચોમાસા બાદ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી લોલીપોપ આપવામાં આવી હતી કે ચૂંટણી પુરીૂ થતા રસ્તો બનાવી આપવામાં આવશે. પણ હજુ સુધી કોઇ કામગીરી શરૂ ન થત અમારે ના છુટકે ચક્કા જામનો કાર્યક્રમ આપવાની જરૂર પડી હતી. સુનિલ દોશી નામના સામાજીક કાર્યકરે જણાવ્યુ કે તુટેલા રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો થવાના અને રસ્તા પરથી વાહન ચલાવતી વખતે પડી જવાના બનાવો સતત બનતા હતા. ખાસ કરીને ચોમાસામાં તો ઘરની બહાર નીકળવું દુષ્કર બની ગય હતું પણ તંત્ર સ્થાનિક લોકોની સ્થિતિની ચિંતા કર્યા વિના કોઇ કામગીરી કરતી જ નહોતી. હાલ અમને કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. પણ જો હજુ પણ કામગીરી કરવામા નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.

English summary
Una : Local protested after government neglected Highway Roads.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.