વાપીમાં 2 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયુ!

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટે વીજ કંપનીની નડતરરૂપ ઓવરહેડ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં સાંકડા રસ્તાઓને પહોળા કરવા માટે વીજ કંપનીની નડતરરૂપ ઓવરહેડ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાપી નગરપાલિકાના બલીઠા સ્ટેશનમાંથી નીકળતા વાપી ફીડર અને ચંડોર સબ સ્ટેશનમાંથી નીકળતા ખડકલા ફીડરની 3 કિમી ઓવરહેડ હાઈટેન્સન લાઈનોનું 7 કિમી અંડર ગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાના કામનું ખાતમૂર્હુત વાપી પાલિકા પાસેના સરદાર ચોક ખાતે રવિવારે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

vapi

કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે મને ધારાસભ્ય તરીકે આપ સૌએ ચૂંટ્યો છે ત્યારે મારી ફરજ છે કે પ્રજાના કલ્યાણના કામો કરવા, આ જ રીતે કોર્પોરેટરોએ પણ પોત પોતાના વોર્ડ-વિસ્તારમાં પ્રજાલક્ષી વિકાસના કામો કરવાના રહેશે. વાપીને સુંદર શહેર બનાવવા માટે વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરાઈ રહી છે, રસ્તા પહોળા બની રહ્યા છે. વીજ પોલ પણ હવે દૂર થશે જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વાપીને સુંદર શહેર બનાવી શકીશું. પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ છે હવે પાલિકા વિસ્તારના ગામડાઓમાં પણ સરળતાથી પાણી મળતુ થયું છે.

વાપી જુનુ શહેર છે, જેને નવો ઓપ આપવા માટે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે, જેમાં અદ્યતન ફીશ માર્કેટ, ઓડિટોરીયમ, કોમ્યુનિટી હોલ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રસ્તા અને પાણી સહિતના નાના મોટા તમામ કામો થઈ રહ્યા છે. જેથી વાપી સુંદર શહેર બનશે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પણ જે ટાઈપ પાસે રેલવે ઓવરબ્રિજ અને અંડર પાસિંગનું આયોજન કરાયું છે. પાણીની સમસ્યા ન રહે તે માટે નામધા, ચીકુવાડી અને ચલામાં પણ પ્લાનિંગ કરાયુ છે. હાલમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડા પુરવા રીપેરીંગ કામગીરી પુરજોશમાં ચાલુ છે. આ સિવાય આરસીસી રોડના કામો પણ થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X