અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર તેમજ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરતા અમિતભાઈ શાહ

કેન્દ્રીય મંત્રી અણિત શાહે અમદાવાખ ખાતે મકરસંક્રાંતિના દિવસે ભગવાન જગન્નાથની પુજા અર્ચના કરી હતી.

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સર્વે નાગરિકોને ઉત્તરાયણના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમજ ભગવાન સૂર્યનારાયણ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. મકરસક્રાંતિ પર્વ નિમિત્તે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે અમિતભાઈ શાહે પૂજા અર્ચના કરી હતી.

AMIT SHAH

મકરસંક્રાંતિનો તહેવાર સૌ ગુજરાતીઓ અગાસી પર પરિવારના સભ્યો અને સ્નેહીઓ સાથે અનેરા આનંદ ઉલ્લાસ સાથે પતંગોત્સવ મારફત ઉજવે છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજરોજ મતવિસ્તારના ઘાટલોડિયા, વેજલપુર અને કલોલ વિધાનસભા ખાતે કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. જેમાં ઘાટલોડિયાના ગોતા વિસ્તાર સ્થિત શુકન રેસીડેન્સી ખાતે પતંગોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેજલપુરના વિનસ પાર્કલેન્ડ ખાતે તેમજ કલોલમાં સ્નેહગ્રીન ફ્લેટ ખાતે શ્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાઓ સાથે ઉમંગ અને ઉત્સાહના વાતાવરણમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી. સ્થાનિક રહીશોએ ખુબ જ ઉમળકાભેર અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. વેજલપુર ખાતે અમિતભાઈ શાહ તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન શાહે માંઝાની તેમજ પ્રખ્યાત વાનગી ઊંધિયાની શાકભાજીની ખરીદી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X