Photo: પાટણમાં નીકળ્યું યુવતીનુ ફુલેકું, લોકો મૂકાયા આશ્ચર્યમાં
અનોખો વરઘોડો, યુવતી તલવાર લઇને ચઢી ઘોડે. જુઓ પાટણના આ અનોખા લગ્નની તસવીર.
પાટણમાં ગુરૂવારે રાત્રે એક યુવતી ઘોડા પર બેસીને ફૂલેકે નીકળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતુ. સામાન્ય રીતે લોકો વરરજાને જોતા હોય છે ફૂલેકે ફરતા. જેમાં ઘોડા પર બેસીને વરરજા નીકળે છે. પરંતુ પાટણમાં ગત રાત્રે દુર્ગેશકુમાર નામના વ્યક્તિની દીકરી ઘોડે ચઢી હતી. અને ગામમાં તેનું ફૂલેકું નીકળ્યું હતું.

સુંદર શણગાર સજીને હાર તોરા તેમજ હાથમાં તલવાર સાથે ઘોડે ચઢેલી અગ્નિને લોકો જોતા જ રહી ગયા હતા. દીકરીના લગ્ન નિમિત્તે દુર્ગેશકુમાર જોષી નામના મારવાડી બ્રાહ્મણે દીકરીનો વરઘોડો કાઢ્યો હતો. અત્યાર સુધી યુવકને જ ઘોડા પર ચઢેલા જોવા ટેવાયેલા લોકો યુવતીને ઘોડા પર વરઘોડામાં બેઠેલી જોતા આશ્ચર્યમાં મૂકાયા હતા અને આનંદ પણ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
