ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ સતત કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટી સમસ્યા થઈ રહી છે. હવે રાજ્યમાં હવામાન વિભાગે ફરી એક વખત ખેડૂતોનું ટેન્શન વધારતા સમાચાર આપ્યા છે.
રાજ્યામાં માવઠાના કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આજથી આવનારા ત્રણ દિવસ કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે. આવતીકાલ એટલે કે 27 એપ્રિલે દાહોદ, તાપી અને ડાંગમાં તેમજ 28 એપ્રિલે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે આ સમાચારે ખેડૂતોની ચિંતા વધારી છે. હવે ઉનાળુ પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે માવઠાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ તેવી સ્થિતી સર્જાઈ છે.












Click it and Unblock the Notifications
