5 જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે, ભારેવ વરસાદની આગાહી
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.
રાજ્યના હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કમોસમી વરસાદે ગુજરાતમાં ભારે અસર કરી છે, અને આજે પણ રાજ્યભરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજકોટ, વડોદરા, સુરત સહિત કુલ 15 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે અને હાલમાં રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ઓરેન્જ એલર્ટ જ્યારે દમણ અને દાદરાનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
IMDના બુલેટિન મુજબ, 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ ચાલુ રહેશે.
આજે અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, દીવ, જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ અપાયું છે.
માછીમારોને 31 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ઝડપ 30-40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજામાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતત કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ ખેડૂતો માટે વધુ મુશ્કેલીઓ લઈને આવ્યો છે. અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો.
રાત્રે 8:00 થી 10:00 વાગ્યાના બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવાના ટાઉન વિસ્તારની સાથે સથરા, નૈપ, ભદ્રોળ, ઊંચા નીચા કોટડા, ગોપનાથ, મેથળા, કળસાર, વાઘનગર સહિતના કોસ્ટલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ જોરદાર વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે તેમનો પાક પહેલેથી જ નુકસાન પામેલો છે.












Click it and Unblock the Notifications
