For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધના પેકેજિંગ પ્લાન્ટની શરૂઆત થશે, રોજગારીની નવી તકો પેદા થશે

કચ્છમાં માનવીય વસતી કરતાં પશુધનની વસતી વધુ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે ત્યારે આ ક્ષેત્રમાં જો વિકાસની નવી તકો ખૂલે તો કચ્છ જેવા સૂકા મલકમાં રોજગારીનું સર્જન થાય તે આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અન

|
Google Oneindia Gujarati News

કચ્છમાં માનવીય વસતી કરતાં પશુધનની વસતી વધુ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે ત્યારે આ ક્ષેત્રમાં જો વિકાસની નવી તકો ખૂલે તો કચ્છ જેવા સૂકા મલકમાં રોજગારીનું સર્જન થાય તે આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. જે બાદ વર્ષ ૨૦૧૩માં માત્ર ૩ વર્ષના ટૂંકા ગાળામાં લાખોંદ ખાતે રૂ. ૨૦ હજાર લીટર પેકેજિંગથી દૂધ પ્લાન્ટની શરૂઆત કરાઇ હતી. જે પ્લાન્ટ આજે વટવૃક્ષ બનીને દૈનિક ૨ લાખ લીટરથી ૬ લાખ લીટર દૂધની પ્રોસેસિંગ અને પેકેજિંગની ક્ષમતા ધરાવતો થઇ ગયો છે. આગામી સમયની કચ્છની જરૂરિયાત અને પશુપાલકોના હિતને જોતા ૧૯૦ કરોડના ખર્ચે અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે નવો પ્લાન્ટ ઊભો કરાયો છે. આ સાથે કચ્છની વિકાસગાથાની કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. જેમાં કચ્છના લાખોંદ ખાતે ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે. જે કચ્છ અને ગુજરાત માટે ગર્વની બાબત છે.

NARMADA MODI

કચ્છમાં ગાય, ભેંસના ઉછેર અને પશુપાલન સાથે મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયેલા છે. પરંતુ ઊંટ ઉછેરના વ્યવસાય સાથે મર્યાદિત પશુપાલકો જોડાયેલા છે. બદલાતા સમય સાથે ઊંટ ઉછેરમાં આવતી સમસ્યા તથા રોજગારીની તકો ઘટતા આ વ્યવસાયથી નવી પેઢી દૂર જઇ રહી હતી. પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકારના લોકલક્ષી નિર્ણયના કારણે કચ્છમાં ભારતના સર્વપ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ આકાર પામ્યો છે. જેના કારણે ઊંટ ઉછેરના વ્યવસાયની નવી દિશા ખૂલી છે. તેમજ માલધારી પરિવારોને એક આધાર મળ્યો છે. આ અંગે અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલે ભારતના આ પ્રથમ પ્લાન્ટ અંગે વિગતે જણાવ્યું હતું કે, કચ્છમાંથી ઊંટડીનો ઉછેર કરતા માલધારીઓ પાસેથી દૂધ મેળવીને તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કરાય છે. ઊંટડીના દૂધમાંથી વિવિધ બનાવટો જેવી કે, આઈસ્ક્રીમ, પાઉડર વગેરેનું ઉત્પાદન કરીને તેનું બજારમાં વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી કચ્છના માલધારીઓને પ્રોત્સાહન મળ્યું છે. વર્તમાન સમયમાં ૫૦૦૦ જેટલાં ઊંટનું પાલન કરતા ૨૫૦ ઊંટ ઉછેરકો પ્લાન્ટ સાથે જોડાયેલા છે. હાલમાં દૈનિક ૪૧૦૦ લીટર દૂધનું કલેકશન કરવામાં આવી રહ્યું છે. માલધારીઓને ઊંટડીના દૂધ પેટે પ્રતિ લીટર રૂ.૫૧ લેખે ચૂકવણી કરવામાં આવે છે. જે મુજબ ગત વર્ષે વાર્ષિક રૂ. ૭ કરોડનું ઊંટ ઉછેરકોને ચુકવણું કરાયું હતું. આ વર્ષે રૂ. ૧૦ કરોડનું સંભવિત ચૂકવણું કરાશે.

સરકારની મદદથી ચાંદ્રાણી ખાતેના ૧૯૦ કરોડના ખર્ચે બનેલા નવા પ્લાન્ટ અંગે માહિતી આપતા વલમજીભાઇ હુંબલે ઉમેર્યું હતું કે, કુલ ૨૬ એકરમાં બનેલા આ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સંચાલિત પ્લાન્ટની વર્તમાન દૈનિક રૂ. ૨ લાખ લીટરની કેપેસિટી છે, જે વિસ્તરીને દૈનિક ૪ થી ૬ લાખ લીટર સુધી થઈ શકશે. સોલાર પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતા વધુ ૨ લાખ લીટર દૂધ તથા તેની બનાવટને અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લામાં વેંચાણ અર્થે મુકી શકાશે. કાચા દૂધના વેચાણની સામે વેલ્યૂ એડિશન કરી દૂધ અને દૂધની બનાવટો જેમ કે, દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી વગેરે તૈયાર થશે. વેલ્યૂ એડિશન શકય બનતા કચ્છના માનવધનથી વધુ પશુધન ધરાવતા જિલ્લાના પશુપાલકોને ઊંચા ભાવો ચૂકવવા સરહદ ડેરી સક્ષમ બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂતોની બમણી આવક કરવાની કલ્પના ફળીભૂત થશે. આમ, સીધી અને આડકતરી રીતે ૧૦૦૦થી વધારે લોકોને રોજગારી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત તથા તેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. તેઓ જણાવે છે કે, આજે સરહદ ડેરી થકી કચ્છમાં ૧૨૫ મહિલા મંડળી તથા ૧૦૦૦૦ મહિલા પશુપાલક સભાસદ આજે આત્મનિર્ભર બન્યા છે.

ચેરમેનએ નવા પ્લાન્ટ સાથે કાર્યરત થનારા ગુજરાતના સૌ-પ્રથમ સોલાર પાવર સંચાલિત અને સંપૂર્ણ ઓટોમેટિક પશુ-આહાર(કેટલ ફીડ) અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલ ફીડ પ્લાન્ટનું ૩૦૦ મેટ્રિક ટન પ્રતિદિનથી ૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન વિસ્તરણ થઇ શકે છે. જેના કારણે વધુ માલનું ઉત્પાદન શકય બનશે.

ઉલ્લેખનીય છે કે, ૧૪ મંડળી પાસેથી ₹૧૪૦૦ લીટર દૂધ એકત્રીકરણથી સરહદ ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે વટવૃક્ષ બનેલા આ પ્રકલ્પ દ્વારા ૭૩૫ મંડળીના ૯૦ હજારથી વધારે પશુપાલકો પાસેથી રૂ. ૫.૫૦ લાખ લીટર જેટલું દૂધનું ઊંચું કલેક્શન કરવામાં આવ્યું છે. તેમજ ચાલુ વર્ષે ₹રૂ. ૭ લાખ લીટર દૂધ કલેક્શનનું લક્ષ્યાંક છે.

English summary
Utdi milk packaging plant will be started in Kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X