ઉત્તર પ્રદેશના મંત્રી જિતિન પ્રસાદની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
ઉત્તર પ્રદેશમાં યોજાનાર બિજનેશ સમિટને લઇને તેના મંત્રીઓ દેશ ભરમાં ફરી રહ્યા છે ત્યાર આજે યુપીના મંત્રી ગુજરાતન મુલાકાતે આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી.
ઉત્તર પ્રદેશના લોકનિર્માણ મંત્રી જિતિન પ્રસાદે આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ કચ્છી શૉલથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં ગ્લોબલ બિઝનેશ સમિટ યોજાવા જઇ રહ્યો છે તેને લઇને ઉત્તર પ્રદેશના મંત્રીઓ દેશના અલગ અલગ રાજ્યોમાં જઇને રોડ શો યોજી રહ્યા છે. અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ સંદર્ભમાં યુપીના મંત્રી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા.

જિતિન પ્રસાદ સાથે ઉત્તર પ્રદેશ સરકારના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જી. એન. સિંઘ અને અનુપમ શુક્લા પણ જોડાયા હતા. સૌ મહાનુભાવોને રાજ્યપાલએ આવકાર્યા હતા.












Click it and Unblock the Notifications
