વડગામમાં નહીં ચાલે મેવાણીનો જાદુ, ભાજપને જીતનો વિશ્વાસ

Subscribe to Oneindia News

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાની વડગામ બેઠક પરથી ચૂંટણી માટે ઝંપલાવતા ભાજપની છાવણીમાં તો ચૂંટણી પરિણામ પહેલા જ હરખ ફેલાઈ ગયો છે. કારણ કે કોંગ્રેસે અહીં કોઈ ઉમેદવારને ઉતાર્યો નથી. વધુમાં વડગામના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી દોલતભાઈ પરમાર ના પુત્ર અશ્વિન પરમારે અપક્ષ તરીકે ઝંપલાવતા રાજકારણ ગરમાઈ ગયું છે. વડગામની બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યારે અપક્ષ તરીકે જિજ્ઞેશ મેવાણીએ ઝંપલાવતા તેનો વિરોધ થયો હતો. તો બીજી તરફ અશ્વિન પરમાર કોંગ્રેસ કાર્યકર છે અને તેણે પણ અપક્ષ તરીકે ઝંપલાવતા ભાજપે પોતાની બાજી બિછાવવા માંડી છે. અને ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીએ જીતની આશા વ્યકત કરી છે.

Jignesh mevani

અશ્વિનના સમર્થકોએ જિજ્ઞેશને આયાતી ઉમેદવાર ગણાવી રહ્યા છે તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અંદર ખાને અશ્વિનને સપોર્ટ કરી રહી છે પરંતું કોંગ્રેસનો કોઈ ઉમેદવાર અત્યાર સુધી ચૂંટણી જંગમાં ઉતારવામાં ન આવ્યો હોવાથી ભાજપ ખુશખુશાલ છે અને તેઓ માને છે કે તેઓ પોતાના મજબૂત વિકાસ કાર્યો દર્શાવીને આ બેઠક પર જીત મેળવી લેશે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ તથા ચૌધરી મતદારોનું પ્રભુત્વ વડગામ બેઠક ઉપર છે. અને વડગામના દલિતો જ જિજ્ઞેશનો વિરોધ કરતા હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

English summary
After Vadgam Dalits protesting against Jignesh Mevani, Bjp is dreaming to win the seat.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.