વડોદરામાં એક પરિવારનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

Subscribe to Oneindia News

વડોદરા ના તાંદલજા વિસ્તારમાં રહેતા મહેબુબખાન પઠાણે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સામૂહિક બિલ્ડરની સાઈટ રીઝવાન એપાર્ટમેન્ટના ધાબેથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરવા પાછળનું કારણ હતું કે, મહેબુબખાને બિલ્ડરને આપેલા પૈસા તે પરત નહોતો આપી રહ્યો.

vadodara family suicide

મહેબુબખાન પઠાણે બિલ્ડર પાસેથી પેન્ટ હાઉસ ખરીદ્યું હતુ. ખરીદ્યા બાદ પણ બિલ્ડર પઝેશન આપવામાં ખૂબ મોડા પડતા બુકિંગ કેન્સલ કરવવામાં આવ્યું હતું. પરંતુ મહેબુબખાન પઠાણ જ્યારે પણ શબ્બીર નામના બિલ્ડર પૈસા પાછા લેવા જતા, ત્યારે તેમને અભદ્ર વર્તન કરી કાઢી મુકવામાં આવતા. મહેબુબખાને અનેક પ્રયાસો કર્યા છતાં રૂપીયા પરત ન મળતા આખરે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અહીં વાંચો - નોટબંધી બાદ રાજકોટમાં ચાલે છે જૂની નોટોની હેરાફેરી

મહેબુબખાન પઠાણના કહેવા મુજબ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને સીએમ સુધી પત્ર લખ્યો હતો. પરંતુ કોઈ મદદ ન મળતાં આખરે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આખરે બિલ્ડરને બોલાવી લેણાં નીકળતા રૂપિયા પરત આપી દેવાની શરતે મામલો થાળે પડ્યો હતો.

English summary
Vadodara: A family tried to commit suicide.
Please Wait while comments are loading...