વડોદરા ચિત્ર વિવાદ : ચિત્રો પર કાલિખ ચોપડવામાં આવી

અપડેટ : 2.30 PM
વડોદરામાં ભગવાન શંકરના વિવાદિત ચિત્રને કારણે પ્રદર્શન અટકાવાયું
કલા સાથે સંકળાયેલા લોકો પોતાની ધૂનમાં મસ્ત રહેતા હોય છે અને સામાન્ય જગત સાથે સંબંધ રહેતો નથી. તેમની આવી ધૂનને કારણે ક્યારેક સામાન્ય જગતમાં મોટો વિવાદ સર્જાય છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના ચિત્રકલા વિભાગના વિદ્યાર્થીઓના ચિત્રોના એક પ્રદર્શનમાં ભગવાન શિવનું વિવાદાસ્પદ ચિત્ર મૂકાતા લોકોની લાગણી દુભાઇ હતી. જેના પગલે પ્રદર્શન બંધ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તપાસ બાદ જરૂર પડશે તો પોલીસ વિવાદિત ચિત્ર દોરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધશે.
ફાઈન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનમાં જમ્મુના એક કલાકારે ભગવાન શંકરનું વિવાદ ઉભો કરે તેવું ચિત્ર મૂક્યું હતું. વિવાદ સર્જાયા બાદ હવે આ પ્રદર્શનને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાંથી વિવાદિત ચિત્ર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે ત્યાર બાદ પેઇન્ટર સામે યોગ્ય પગલાની કાર્યકારી પછીથી કરવામાં આવશે.
જમ્મુ ખાતે રહેતા કલાકાર સૂરપાલસીંગે પોતાના ચિત્રોનું પ્રદર્શન ફાઈન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરી ખાતે યોજ્યું છે. 29 ડિસેમ્બર, 2012 સુધી ચાલનારા આ પ્રદર્શનને તેણે 'પેઈન્ટેડ ફિક્શન' નામ આપ્યું છે. આ પ્રદર્શનમાં તેણે ભગવાન શંકરના દારૂની બોટલ અને સિગરેટ સાથે દર્શાવ્યા છે. જેના કારણે હજારો લાખો હિન્દુ શ્રઘ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી.
આ મુદ્દે કલાકારનું કહેવું છે કે આ કલાની અભિવ્યક્તિ છે અને પાછળ કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નથી. એટલે જ આ પ્રદર્શનને એટલે જ મેં 'પેઈન્ટેડ ફિક્શન' એવું નામ આપ્યું છે.
વિવાદમાં રહેલી એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આ પહેલા ફાઈન આર્ટસના વિદ્યાર્થી ચંદ્રમોહને દેવી દેવતાઓના અશ્લિલ ચિત્રો દોર્યા હતા અને તેના કારણે દેશભરમાં વિવાદ થયો હતો. હવે ફરી એક વખત ભગવાનના વાંધાજનક ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
