For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: ડ્રગ્સનો વેપાર કરતા માતા, પુત્ર અને પુત્રવધુની ધરપકડ

વડોદરા શહેર પોલીસને થોડા દિવસો પહેલા જ મોટી સફળતા હાથ લાગી છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર કરતી એક ત્રિપુટીને ટ્રેક કરતા હતા, જેમને પકડી પાડવામાં આખરે તેમને સફળથા હાંસલ થઇ હતી.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વડોદરા શહેર પોલીસને થોડા દિવસો પહેલા જ મોટી સફળતા હાથ લાગી છે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર કરતી એક ત્રિપુટીને ટ્રેક કરતા હતા, જેમને પકડી પાડવામાં આખરે તેમને સફળથા હાંસલ થઇ હતી. 27 જાન્યુઆરીના રોજ એચએમ ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી નાઓને બાતમી મળી હતી કે, અટલાદરા કેનાલ રોડ પર આવેલ રોઝડેલ વાટિકામાં મકાન નં. 58માં રહેતા નયનાબહેન દેવેન્દ્રભાઇ પાઠક, તેમનો પુત્ર સમર્થ પાઠક અને પુત્રવધુ મોનાલી પાઠક ડ્રગ્સનો ધંધો કરે છે. તેઓ જરૂરિયાત મંદ યુવક-યુવતીઓને ડ્રગ્સના ઇન્જેક્શન ઘરેથી લાવી કેનાલ પાસે ડીલિવરી આપતા હતા. પોલીસને બાતમી મળી હતી કે, નયનાબહેન ડ્રગ્સ લેવા ફરૂખાબાદ ગયા હોવાથી ઘર બંધ છે અને રાત્રે 9 વાગે ડ્રગ્સનો જથ્થો લઇ વડોદરા સ્ટેશને પહોંચશે, ત્યાં દામાજીરાવ ધર્મશાળા સામે જશે, જ્યાં સમર્થ અને મોનાલી પાઠક તેમને પોતાની સ્કોડા કારમાં રિસીવ કરવા જવાના હતા. આ બાતમીને આધારે પોલીસે ધર્મશાળા પાસે છટકુ ગોઠવ્યું હતું. નયનાબહેન, સમર્થ અને મોનાલી કારમાં બેસવા જતા હતા ત્યારે જ પોલીસની ટુકડીએ તેમને થેલા સાથે ઝડપી પાડ્યા હતા.

Gujarat

પેન્ટાઝોસીન ડ્રગ્સ

આ થેલામાંથી પેન્ટાઝોસીન લેક્ટેટ ફોર્ટવીન ઇન્જેક્શનના 720 નંગ મળી આવ્યા હતા. એક ઇન્જેક્શનમાં એક એમએલ ડ્રગ્સ હોવાના હિસાબે 720 એમએલ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતું, જે શિડ્યુલ ડ્રગ્સ સાઇકોટ્રોપિક સબટન્સીસની સૂચિમાં આવે છે અને તેની હેરાફેરી ગેરકાયદેસર છે. આ ડ્રગ્સની કુલ કિંમત 4017.60 રૂપિયા થાય છે. ત્રણેય આરોપીઓ પાસેથી ડ્રગ્સ ઉપરાંત 3 મોબાઇલ ફોન,રૂ.2900 રોકડ, સ્કોડા કાર સહિત કુલ 8,31,917નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પેન્ટાઝોસીન શિડ્યુલ ડ્રગ્સનું ચલણ યુવક-યુવતીઓમાં વધુ જોવા મળે છે.

100થી 105 રૂ.માં વેચતા હતા

પ્રાથમિક પૂછપરછમાં જાણકારી મળી હતી કે, નયનાબહેન ફરૂખાબાદમાં રહેતી મામી નામની 30 વર્ષીય યુવતી પાસેથી એક ઇન્જેક્શન દીઠ રૂ.70થી 75ના ભાવે લાવતા અને ત્યાર બાદ ડ્રગ્સના બંધાણીઓને રૂ.100થી 105માં તે વેચતા હતા. આ મામલે માતા, પુત્ર અને ડ્રગ્સ સપ્લાયર સામે 1985ની કલમ 8(સી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સમર્થ પાઠક પણ ડ્રગ એડિક્ટ હોવાનું સામે આવ્યું છે. આ કારણે જ તેમને સરળતાથી ડ્રગ્સના બંધાણી ગ્રાહકો મળી રહેતા હતા. સમર્થની પત્ની અને માતા છુપાઇને ઘરેથી જ ગ્રાહકોને ફોન વડે સંપર્ક કરતા કેનાલ કે તેની આસપાસના વિસ્તારમાં ડીલિવરી કરતા હતા.

English summary
Vadodara police arrested 3 under the charge of drugs smuggling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X