ભારે વરસાદના કારણે ગુજરાત બેહાલ, વડોદરામાં આજે પણ એલર્ટ, શાળા-કોલેજો બંધ
ભારે વરસાદના કારણે ગુજરાત હાલમાં બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસમાં ખૂબ વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે.
ભારે વરસાદના કારણે ગુજરાત હાલમાં બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસમાં ખૂબ વરસાદ થયો છે જેના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. વડોદરામાં શુક્રવારે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલિસ અને એનડીઆરએફના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે.

ભારે વરસાદથી ગુજરાત બેહાલ
વડોદરામાં બુધવારે માત્ર 24 કલાકમાં 20 ઈંચથી વધુ વરસાદના કારણે શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ બની ગઈ છે. વરસાદના કારણે વડોદરામા અત્યાર સુધી 6 વ્યક્તિના મોત નીપજ્યા છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ઘૂસી ગયુ છે જેનાથી શહેરની સ્થિતિ ઘણી ચિંતાજનક થઈ ગઈ છે.
|
4000થી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડાયા
શહેરી પ્રશાસને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 4000થી વધઉ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અહીં એરપોર્ટની સેવાઓ બંધ કરવી પડી અમુક ટ્રેનો પણ રદ કરવી પડી. અધિકારીઓએ જણાવ્યુ કે શહેરના બહારના વિસ્તારમાં સ્થિત વડોદરા એરપોર્ટને અસ્થાઈ રીતે બંધ કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આગામી ચાર દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સીએમ વિજય રૂપાણીએ ભારે વરસાદના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. સીએમે સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે બે આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોને આ વરસાદના કારણે થયેલી વિષમ સ્થિતિથી બચાવવા માટે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના જવાન ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થળો પર લઈ જઈ રહ્યા છે.

4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે પૂર્વી મધ્ય પ્રદેશમાં હવાના દબાણના કારણે દક્ષિણ ગુજરાત સાથે સાથે રાજ્યના વિવિધ ભાગોમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને કચ્છમાં નીચા દબાણના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.












Click it and Unblock the Notifications
