For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 કલાકમાં 15000 લોકોનું બ્લડપ્રેશર માપી વડોદરા વિશ્વવિક્રમ રચશે

|
Google Oneindia Gujarati News

blood-pressure
વડોદરા, 4 માર્ચ : વડોદરા મહાનગરપાલિકાએ આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 8 કલાકમાં 15000થી વધુ નાગરિકોનું બ્લડપ્રેશર (રક્તચાપ) તપાસીને, વિશ્વવિક્રમ સ્થાપીને કરવાનું આયોજન કર્યું છે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ આ વર્ષને બ્લડપ્રેસરમાં ઉતાર-ચઢાવના રોગો અંગે લોકજાગૃતિ કેળવવાના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

તેના સંદર્ભમાં રાજ્ય સરકારના સંપૂર્ણ પીઠબળથી રક્તચાપ માપન મહા અભિયાન (બ્લડપ્રેસર ટેસ્ટીંગ મેગા કેમ્પ) નું રવિવાર 7 એપ્રિલ, 2013ના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે બ્લડપ્રેસરની તપાસ કરવાની સાથે, જેઓ તેમાં વધારા-ધટાડાની અનારોગ્યમય પરિસ્થિતિથી પીડિત જણાય તેમને જનરલ ફીઝીશયન દ્વારા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.

એક જ દિવસના નિર્ધારીત કલાકો દરમિયાન બ્લડપ્રેસર તપાસવાના હાલમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા વિક્રમ કરતાં આ બે ગણું વધારે માપન કરવાનું આયોજન છે. તેના પગલે સન 2014ના વર્ષમાં વધુ એકવાર વડોદરાનું નામ વિશ્વવિક્રમની કિતાબમાં નોંધાશે થશે.
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ તથા ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, સાંસદો, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

આ અંગે માહિતી આપતા મેયર ડૉ. જ્યોતિ પંડયાએ જણાવ્યું હતું કે, બ્લડપ્રેશરની નિયમિત ચકાસણી કરાવવી અને નિયત માપમાં જળવાય તેની કાળજી લેવી તંદુરસ્તી માટે ધણી જ જરૂરી છે. તણાવસભર જીવનશૈલીને કારણે બીપીજન્ય બીમારીઓ વધી રહી છે ત્યારે આ અભિયાન ઓછા કે વધુ બીપીથી સર્જાતી તંદુરસ્તી વિષયક તકલીફોની સામાજિક જાગૃતિ કેળવવામાં મદદરૂપ બનશે.

બ્લડપ્રેસર નિર્ધારીત પ્રમાણથી વધારે હોય કે ઓછું, એ બંને રોગજન્ય પરિસ્થિતિઓ છે તેવી માહિતી આપતા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. વિજય શાહે જણાવ્યું હતું કે, બીપી એ એકવીસમી સદીનો મહારોગ છે કારણ કે તેના રોગીઓની સંખ્યા ડાયાબિટીસ પીડિતોથી પણ વધારે છે. એકવાર તપાસ કરાવવાથી બીપીમાં વધધટની સાચી માહિતી મળતી નથી, એટલે સમયાંતરે નિયમિત તપાસથી જ આ બીમારીનું સચોટ નિદાન થઇ શકે છે.

સમાજના 10થી 20 ટકા લોકો લો બીપીથી પીડાય છે. લો કે હાઇ બીપી શરીરમાં અનેક પ્રકારની જીવન જોખમી, અપંગતાદાયક પરિસ્થિતિઓ પેદા કરી શકે છે અને ડાયાબિટીસ જેવા રોગોમાં તે વધુ મુશ્કેલી સર્જે છે. તેથી લો કે હાઇ બીપીનું સચોટ નિદાન, સારવાર અને નિયંત્રક તકેદારી લેવી જરૂરી છે. નિયમિત વ્યાયામ અને ચાલવા-દોડવાની કસરતો તેના નિયંત્રણમાં ઉપયોગી છે. મીઠાના વધુ પડતા સેવનથી અંતઃસ્ત્રાવોનું ઝરણ વધતા લોહીનો જથ્થો વધે છે અને તેના પમ્પીંગમાં હૃદયને વધુ મહેનત પડતા બીપી વધે છે. આમ, નમક સેવનને બીપી સાથે આડકતરો સંબંધ છે.

આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ પારેખે આરોગ્ય અને જાગૃતિ માટેના આ કાર્યક્રમને વ્યાપક સહયોગ આપીને નાગરિકો સફળ બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. નાયબ મેયર હરજીવનભાઇ પરબડિયા માધ્યમ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વવિક્રમી બ્લડપ્રેસર માપન મહા અભિયાન માટેની વિશેષ વ્યવસ્થા

- 50000 ચોરસ ફૂટ જગ્યામાં વિશાળ મંડપ.
- 30 જેટલાં રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ.
- 05 પૂછપરછ માટેના કાઉન્ટર્સ.
- 04 એમબીપીએસની અલાયદી બેઝ લાઇનના આધારે ગીનીસ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધણી માટે ઓનલાઇન ડેટા એન્ટ્રીની વ્યવસ્થા.
- LCD સ્ક્રીન પર દર અડધા કલાકે પ્રોગેસીવ માહિતી અપાશે. સીસીટીવી દ્વારા સંપૂર્ણ કામગીરીનું મોનિટરીંગ.
- હાલમાં આ કેમ્પનો લાભ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ છે.
- મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ઉપરાંત એસએસજી હોસ્પિટલ, ગોત્રી મેડીકલ કોલેજ હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય તંત્ર, સુમનદીપ મેડીકલ કોલેજ ઇત્યાદીના 500થી વધુ તબીબો અને હેલ્થકેર પ્રોફેશનલ્સ સેવા આપશે. 300થી વધુ મહાનુભાવો સ્ટુઅર્ટ તરીકે સેવા આપશે.
- સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી આઠ કલાકના સમયગાળામાં 15 હજાર લોકોનું બ્લડપ્રેસર માપવાનુ઼ આયોજન છે. અગાઉનો ગીનીસ વિશ્વવિક્રમ આઠ કલાકમાં 8026 લોકોનું બીપી માપવાનો છે. 260 બ્લોક્સમાં એક સાથે બીપીની તપાસ કરાશે.
- જૈન સોશિયલ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો ઓનલાઇન ડેટા એન્ટ્રીની સેવા આપશે.
- ગુજરાત વિધાનસભા અધ્યક્ષ 7મી એપ્રિલે વડોદરામાં
- ગુજરાત વિધાનસભા અધ્યક્ષ વજુભાઇવાળા 7 એપ્રિલના રોજ વડોદરા સરકીટ હાઉસ ખાતે સવારે 10.00 કલાકે આગમન કરશે. ત્યારબાદ સવારે 10.30 કલાકે વડોદરા, હરણી, વરસીયા રીંગ દરોડ, આર.ટી.ઓ પાછળ, સ્વામી પ્રેમદાસનગર, શગુન બેન્કવેટ, પ્રેમદાસ જલારામ હોસ્પિટલ સામે, ડૉ. પ્રદિપ કે. પંડયા ડાયાલીસીસ સેન્ટર અને શ્રીમતી ગીતા પી.પંડયા, ફીઝીયોગેરાપી સેન્ટરના રીનોવેટેડ, ગ્રાઉન્ડ ફલોરના ઉદ્ધારટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે રાજકોટ જવા રવાના થશે.

English summary
Vadodara will make world record in blood pressure mapping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X