વલસાડ જિલ્લા કલેકટરને સસ્પેન્ડ કરાયા, ગુજરાત સરકારે કરી કાર્યવાહી
Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લાના કલેક્ટર IAS આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સચિવાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આયુષ સંજીવ ઓક, IAS (RR:GJ:2011), કલેક્ટર, વલસાડ, સામે શિસ્તની કાર્યવાહી ગંભીર બેદરકારીના ગંભીર આરોપો માટે વિચારવામાં આવી રહી છે.
આ આરોપોના કારણે સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 23/06/2021 થી 01/02/2024 ના સમયગાળા દરમિયાન કલેક્ટર, સુરત તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મહેસૂલી જમીનની બાબતો સાથે વ્યવહાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

જે કારણે હવે ગુજરાત સરકાર, અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969 ના નિયમ 3 ના પેટા-નિયમ (1) ની કલમ (a) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને આથી IAS આયુષ સંજીવ ઓકને તાત્કાલિક અસરથી સસ્પેન્શન હેઠળ છે.













Click it and Unblock the Notifications
