વલસાડમાં ઉડનખટોલા દ્વારા મતદાર જાગૃતિની સંદેશ વર્ષા

વલસાડ, 24 એપ્રિલ : દેશમાં લોકસભા ચૂંટણી 2014 માટે વિવિધ તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે 30 એપ્રિલ, 2014ના રોજ મતદાન યોજાવાનું છે. આ દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં વલસાડ જિલ્લાના વહીવટી વિભાગ દ્વારા પેરામોટર ટ્રાઇક દ્વારા મતદાન જાગૃતિ સંદેશની વર્ષા કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિક્રાંત પાંડે દ્વારા વલસાડના મતદારોને વિવિધ રીતે મતદાન માટેના સંદેશાઓ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અનેક કાર્યક્રમોની શ્રૃંખલામાં વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ વાર આકાશમાંથી મતદાર જાગૃતિના સંદેશાઓની વર્ષા કરવાનો નવતર યોજાઇ ગયો.

paramotor-trike

પેરામોટર ટ્રાઇક (ઉડનખટોલા)ની મદદથી વલસાડ શહેર પર મતદાર જાગૃતિના સંદેશાઓની પત્રિકાઓનો વરસાદ વરસાવી, મતદારોને કુતૂહલ, આશ્ચર્ય અને અનોખા રોમાંચ સાથે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રયોગમાં અંદાજે પાંચેક લાખ જેટલા સંદેશાઓનો વરસાદ આકાશમાંથી કરાયો હતો.

વલસાડ જિલ્લામાં લિમ્કા બુક્સ ઑફ રેકોર્ડસમાં સ્થાન પામેલા મતદાર જાગૃતિની 1,11,111 પોસ્ટકાર્ડ વિતરણની પ્રક્રિયા ઉપરાંત ઉડનખટોલા દ્વારા મતદાર જાગૃતિના સંદેશાને જિલ્લાના મતદારો વધાવી લેશે, અને મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડશે, તેવો આશાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.પાંડેએ વ્યક્ત કર્યો હતો.

પેરામોટર ટ્રાઇક (ઉડનખટોલા) ના પાઈલોટ અને નેશનલ ઍડવેન્ચર ફાઉન્ડેશન, દાહોદના ડાયરેક્ટર ઝુબિન કોન્ટ્રાક્ટરે ઍડવેન્ચર સ્પોર્ટ્સને માટે ઉપયોગમાં લેવાતા આ હવાઇ મશીનનો ઉપયોગ, વલસાડ કલેક્ટર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન માટે કરાયો તેને લોકશાહીના જતન અને સંવર્ધનનું અનોખું અભિયાન ગણાવ્યું હતું.

પેરામોટર ટ્રાઇક કેવી રીતે કામ કરે છે?
આ હવાઇ મશીનની ટેકનિકલ વિગતો આપતાં ઝુબિન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે 60 લીટર પેટ્રોલ ટેંકની ક્ષમતા ધરાવતા આ ઉડનખટોલામાં મહત્તમ બે વ્યક્તિઓ હવાઇ સફર કરી શકે છે. બે થી અઢી કલાકની હવાઇ સફરની ક્ષમતા ધરાવતા આ મશીન માટે હવાની ઝડપ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલાકના 10થી 12 કિલોમીટરની ઝડપે વાતા વાયરામાં જ આ ઉડનખટોલાને સલામત સફર કરાવી શકાય છે. પવનની ગતિ વધતાં, હવાઇ સફરમાં અવરોધ ઊભો થતો હોય છે.જમીનથી હજારથી પંદરસો અને ક્યારેક અઢી થી ત્રણેક હજાર ફૂટની ઊંચાઇએ ઉડતા આ ઉડનખટોલા માટે 300થી 400 ફૂટનો રન વે જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X