For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાપીમાં બોગસ તબીબ બનીને સારવાર કરનારા ઠગ ઝડપાયા

વાપીમાં લાંબા સમયથી લોકોની સારવાર કરી રહેલા બોગસ ડોક્ટરોની મેડિકલ વિભાગે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડી તપાસ કરાવી. જે બાદ જે બહાર આવ્યુંં તે ચોંકવનારું છે. વધુ જાણો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

તબીબીના વ્યવસાયને મજાક બનાવી દેનારા કેટલાક બોગસ તબીબોની ધરપકડ તાપીમાં કરવામાં આવી હતી. મેડિકલ વિભાગને બાતમી મળી હતી તેના આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મેડિકલ વિભાગે દરોડો પાડીને આશરે 5 જેટલા બોગસ તબીબને ઝબ્બે કર્યા હતા. ઉપરાંત અન્ય જે 6 થી 7 ઝડપાયેલા ઠગ ડોક્ટરો છે તેમની ડિગ્રીની તપાસ ચાલી રહીછે. આ સમાચાર જાણીને વાપીમાં ખળભળાટ મચી ગયો હતો. કારણે કે આ ઠગ ડોક્ટરો લાંબા સમયથી અહીં પોતાની દુકાનો ચલાવતા હતા.

Doctor

એલસીબીએ બાતમીને આધારે વલસાડ અને વાપીમાં આવા બોગસ ડોક્ટરોના દવાખાના પર સપાટો બોલાવ્યો હતો. પોલીસને ઘણા દિવસથી જાણકારી મળી હતી કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટલાક લોકો ઠગ ડોક્ટર બનીને દવાખાના ચલાવી રહ્યા છે. આ લોકોએ મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ કરાવેલું નહોતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ડોક્ટર તાવ, ઝાડા, ગુપ્ત રોગની સારવાર કરતા હતા તેમજ કેટલાક કેસમાં તો તેમના દવાખાનામાં દર્દીને બોટલ પણ ચઢાવતા હતા. પોલીસે આ ડોક્ટરોની ધરપકડ કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Vapi : 5 to 6 Bogus Doctor arrested in by Police here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X