Vapi Fire Broke Out : વાપીમાં ભંગારના 10 ગોદામોમાં લાગી આગ, દેશમાં આગ લાગવાની ત્રણ મોટી ઘટના
Vapi Fire Broke Out : વલસાડ જિલ્લાના વાપીમાં એક આગ લાગવાની ઘટના બની છે. જ્યાં ભંગારના 10 ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ધોરણે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી હતા.
Vapi Fire Broke Out : વલસાડ જિલ્લાના વાપીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. મંગળવારની સવારે 10 કલાકે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. માહિતી મળતા ફાયર ટેન્ડર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

આગ લાગવાની બીજી એક ઘટનામાં તમિલનાડુના અધિકારીઓએ માહિતી આપી હતી કે, આજે વહેલી સવારે મદુરાઈમાં જૂના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોમવારે, મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું.
આગ લાગવાની અન્ય એક ઘટનામાં મુંબઇમાં પણ આગ લાગવાની ઘટના સામે આવે છે. છેલ્લા અહેવાલો સુધી આગનું કારણ જાણી શકાયું નથી. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં રામ મંદિર પાસે સવારે 11 કલાકે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.












Click it and Unblock the Notifications
