રાજ્યના વિવિધ શિક્ષણ મંડળોએ સીઆર પાટિલની શુભેચ્છા મુલાકાત લીધી!
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું તે અંતર્ગત રાજ્યના વિવિધ શિક્ષણ મંડળો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા મુલાકાત કરવામા આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું તે અંતર્ગત રાજ્યના વિવિધ શિક્ષણ મંડળો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા મુલાકાત કરવામા આવી હતી.

સી આર પાટીલે જણાવ્યું કે, માધ્યમિક શિક્ષક મંડળની આઠ જેટલી વિવિધ માંગણીઓ હતી તે તમામ માંગણી સ્વીકારી તે બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આભાર વ્યકત કર્યો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. માધ્યમિક શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવેલ તમામ માંગણીઓ વ્યાજબી હતી જેની રજૂઆત રાજય સરકારને કરી હતી. રાજય સરકારે સમયસર માંગણી સ્વીકારી છે.
આ પ્રસંગે પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંડલના પ્રમુખ શ્રી જે.પી.પટેલ, શિક્ષણ સેલના સંયોજક મહેન્દ્રભાઈ પાડલીયા, શિક્ષણ સેલના સહ સંયોજક મનુભાઈ પાવરા તેમજ મંડળોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click it and Unblock the Notifications