વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે પેટાચૂંટણી, 23 નવેમ્બરે થશે મત ગણતરી
Vav assembly seat Byelection: બનાસકાંઠાની જનતા માટે સારા સમાચાર આવ્યા છે. ખાલી પડેલી વાવ બેઠક પર પેટાચૂંટણી યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી આ બેઠકની જનતાને ફરી તેમનો ધારાસભ્ય મળશે.
ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ એમ બે રાજ્યોમાં સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે 15 રાજ્યોમાં 48 વિધાનસભા સીટો અને 2 સંસદીય સીટો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.
આ પેટાચૂંટણી કાર્યક્રમમાં ગુજરાતની વાવ વિધાનસભા મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચના સમયપત્રક મુજબ વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે, જેનું પરિણામ તમામ ચૂંટણીના પરિણામો સાથે 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જે કારણે જૂનમાં વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, લોકસભામાં જીત બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે.












Click it and Unblock the Notifications
