For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2013: મેગા એક્ઝિબિશન પર સૌની નજર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: ધબકતા અને વિકસતા ગુજરાતમાં 'વાઇબ્રન્ટ ગુજરાત 2013'ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ગ્લોબલ સમિટને લઇને દેશ-વિદેશમાં ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં B2B અને B2G બિઝનેસ ઉપરાંત અન્ય ઘણીબધી બાબતો આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં મેગા એક્ઝિબિશનનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનના ક્ષેત્રફળની વાત કરીએ તો આ વખતે 100,000 સ્વેર મિટરના વિસ્તારમાં મેગા એક્ઝિબિશન થવા જઇ રહ્યું છે. આ વિસ્તારમાં 1000થી પણ વધારે સ્ટોલ લાગેલા હશે. જેમાં 25000 જેટલી પ્રોડક્ટસને ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. આ મેગા પ્રદર્શનીમાં 15 લાખથી પણ વધારે જનમેદની ઉમટી પડે તેવું અમનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

gujarat
આ એક્ઝિબિશનમાં એક પેવેલિયનમાંથી બીજા પેવેલિયનમાં જવા માટે પણ વાહનની સગવડ રાખવામાં આવનાર છે. પ્રદર્શનિમાં વન-ટૂ-વન મુલાકાત અને વ્યવસાય સંબંધીત સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે. દરમિયાનમાં ઇન્ટરનેશનલ ફેસ્ટ, ઇન્ડિયા ફેસ્ટ અને ગુજરાત ફેસ્ટ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 25 દેશોના કલાકારો પોતાની કલાનું કૌતુક દાખવશે. સમગ્ર એક્ઝિબિશન પ્રિમાઇસમાં સીસીટીવી કેમેરા અને અન્ય સિક્યુરિટી સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાંથી માત્ર મહાત્મા મંદિર ખાતે 102 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

આ એક્ઝિબિશનમાં ક્રાફ્ટ વિલેજ અને સોલર વિલેજ પણ ઉભુ કરવામાં આવ્યું છે. સોલ્વે દ્વારા પ્રદર્શનીમાં સોલર સેલથી ચાલતુ એરક્રાફ્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં B2B મુલાકાત માટે સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ વાઇ-ફાઇની જેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે.

આ મેગા એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2012માં ઇજીપ્તને સાથે લઇને એગ્રી કલ્ચર પર એક કાર્યક્રમ યોજ્યો હતો જેને સારો પ્રતિસાદ મળવાના કારણે આ વખતના વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એગ્રી બિઝનેસને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વખતે એજ્યુકેશન અને નોલેજ માટે પણ અલગ પેવેલિયન ઉભું કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન અમદાવાદથી ગાંધીનગર એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવવા ઇચ્છુક નાગરિકો માટે ખાસ પ્રકારની બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં અમદાવવાદના જુદાજુદા 20 સ્થળોએથી બસો સવારે 7.30થી સાંજના 5.30 સુધી નાગરિકોને વિના મૂલ્યે એક્ઝિબિશનના સ્થળે લાવશે અને પરત લઇ જશે.

English summary
Vibrant Gujarat 2013, An Exhibition Overview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X