PM Modi Speech: ગુજરાત ભારતનું વ્યાવસાયિક ગઢ છે.

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંગળવારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પ્રસંગે 100 વધુ દેશોના પ્રતિનિધિ, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ સમતે અનેક જાણીતી કંપનીના સીઇઓ હાજરી આપી હતી.

Read also: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની તમામ લેટેસ્ટ અપડેટ વાંચો અહીં

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતની પ્રશાંસા કરતા કહ્યું હતું કે ગુજરાત ભારતનું વ્યાવસાયિક ગઢ છે. તેમણે આ પ્રસંગે તમામ લોકોનું સ્વાગત કરતા કહ્યું હતું કે તમામ લોકોની આ મહેનતના કારણે જ આ સમિટને સફળતા મળી છે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ શું છે. તેમણે એમના ભાષણમાં શું કહ્યું વિગતવાર વાંચો અહીં....

modi


શુભેચ્છા અને આભાર

પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં હાજર તમામ લોકોનું સ્વાગત કરતા તેમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વળી આ વાઇબ્રન્ટ સમિટના સફળતાપૂર્ણ પ્રવાસ અંગે તમામ પાર્ટનર્સનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આજે 100 વધુ દેશોના પ્રતિનિધિ અહીં હાજર છે જે આ કાર્યક્રમને ખરેખરમાં ગ્લોબલ ઇવેન્ટ બનાવે છે.


મીની ગુજરાત

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે. કહેવત છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત ભારતનું વ્યાવસાયિક ગઢ છે. અહીંના લોકો ઉદ્યોગકારો જ્યાં જાય છે ત્યાં મીની ગુજરાત ઊભુ કરે છે.

modi

ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ

પીએમ મોદીએ કહ્યું કે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ ભારતની તાકાત છે. ભારત જેટલા મોટા લોકતંત્રમાં ત્વરિત બદલાવ શક્ય નથી. પણ મેં અઢી વર્ષમાં આ લોકતાંત્રિક સ્ટેઅપમાં આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. વળી અઢી વર્ષમાં રાજ્યો વચ્ચે પણ સ્પર્ધા વધી છે.


બીજો સૌથી વધુ અંગ્રેજી બોલતો દેશ
પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ અંગ્રેજી બોલતો દેશ છે. ભારતના યુવાનો રિસ્ક લે છે. અને વેપાર શરૂ કરે છે.એકતા આપણી સંસ્કૃતિની નિશાની છે.

modi


સ્વચ્છ અને ભષ્ટ્રાચાર મુક્ત ભારત

પીએમ મોદી તેમના ભાષણ પર સ્વચ્છ અને ભષ્ટ્રાચાર મુક્ત ભારત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું ભારત R & D ના હબ તરીકે વિકસી રહ્યું છે. ભષ્ટ્રાચાર નાબૂદી અમારો ધ્યેય છે.


ડીજીટલ ઇકોનોમી
તેમણે કહ્યું કે ભારત ડીજીટલ ઇકોનોમી તરફ કૂચ કરી રહ્યો છે. છેલ્લી 3 વાઇબ્રન્ટ અત્યંત સફળ રહી છે. ભારત ગ્લોબલ ગ્રોથનું એન્જિન છે. મોટાભાગના લોકો ભારતને બદલવાની માંગ કરી રહ્યા છે અને અમે તે માંગ પૂરી કરીશું. અઢી વર્ષમાં અમે આ જ કરી બતાવ્યું છે.

modi

વિદેશી નિવેશ
મોદીએ કહ્યું કે વર્લ્ડ બેંક, IMFનો રોલ પણ મહત્વનો રહ્યો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં આપણો ત્રીજો નંબર છે. મેક ઇન ઇન્ડિયા દુનિયાની નજરમાં ભારતના રોકણનું કેન્દ્ર બન્યું છે. વળી ભારત નિર્માણ ક્ષેત્રે પણ આગળ વધ્યું છે. મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધી છે.

ગુજરાત
ગુજરાત સરકાર પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે તે એફડીઆઇ મુદ્દે ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે.

2020 સુધી બધાને ઘર
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2020 સુધી તમામ લોકોને પોતાનું ઘર મળશે. દરેક યુવાનને તક મળે અને દરેક ગરીબને ઘર મળે તે જ અમારો પ્રયાસ છે. વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે પણ ભારત પ્રયત્નશીલ છે. અંતમાં તેમણે કહ્યું કે આજના ભારત અને ભવિષ્યના ભારત માટે આપ સૌ આમંત્રિત છો.

modi
English summary
Read here, all the important points of Prime minister Narendra Modi Vibrant Gujarat Global Summit 2017 speech.
Please Wait while comments are loading...