વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : રૂપિયા 7374 કરોડના 15 MoU સંપન્ન, કુલ 10600 થી વધુ રોજગાર અવસર મળશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : ટેક્ષટાઇલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ FIBCના ઉત્પાદન માટે PET બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ (PET બોટલ ટુ બેગ) પ્રોજેક્ટના કુલ-૪ MoU દ્વારા રૂપિયા 1000 કરોડનું સંભવિત રોકાણ આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેન્ચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કેટેગરી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.

આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.
આ ઉપક્રમના પાંચમાં તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મંગળવાર તારીખ 29 ઓગસ્ટના રોજ ચાર MoU કરવામાં આવ્યા હતા.
આ અનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, પેકેજિંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂપિયા 1 હજાર કરોડના સંભવિત મૂડી રોકાણ અને 10 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા.
આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે એલબી ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 450 કરોડનું રોકાણ કરવામાં આવશે, તથા અંદાજે 1000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ જાન્યુઆરી-2024 સુધીમાં કાર્યરત થશે.
આ ઉપરાંત માંડલ તાલુકાના માનપુરામાં 155 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂપિયા 288.75 કરોડના રોકાણો માટેના MoU મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી. એ કર્યા હતા. આ પાર્કમાં બે હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-2026 સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.
નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા અને કાળાકાછા ખાતે 3.34 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂપિયા 99.12 કરોડના રોકાણો સાથે MoU થયા છે. 209 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 6 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2025 સુધીમાં તે કાર્યરત થશે.
આ ત્રણ MoU ઉપરાંત રૂપિયા 161.78 કરોડના રોકાણો સાથે FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે PET બોટલ્સના રિસાયક્લીંગ અંગે પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ અને બ્રાઝિલની કંપની વચ્ચેનાં સંયુક્ત સાહસ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ MoU થયા હતા.
અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા રોડ, ગાંગડમાં 54 હજાર ચોરસ મીટરમાં આકાર પામનારો આ ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ ઓક્ટોબર-2024માં શરૂ થશે, તથા પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 1100 લોકોને રોજગારી આપશે. આ પ્રોજેક્ટ FIBCના ઉત્પાદન માટે બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ PET (PET બોટલ ટુ બેગ) નો પ્રોજેક્ટ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્ટ્ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ચાર કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂપિયા 7374 કરોડના રોકાણોના 15 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 10800થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
જે અનુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-2100, એન્જિુનિયરિંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-3085 અને એનર્જી સેક્ટરમાં 4300 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. પાંચમી કડીમાં એક જ દિવસમાં રૂપિયા 1 હજાર કરોડના રોકાણો માટે ચાર MoU થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રં પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટિવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે, તેની પ્રશંસા MoU કરનારા ઉદ્યોગકારોએ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે, અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.
રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU સાઇનિંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
