For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વાઇબ્રન્ટ સમિટમાં મોદી અને ડેલીગેટસનો ViP ભોજન સમારંભ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 11 જાન્યુઆરી: ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાતની આ વૈશ્વિક ઘટનાએ ઇતિહાસ રચ્યો હતો. વિશ્વના ૧ર૦ દેશોમાંથી આવેલા ડેલીગેશનો માટે ગુજરાત, નોલેજ અને બિઝનેસ પાર્ટનરશીપ માટેનું ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યું છે. મહાત્મા મંદિરના વિશાળ કન્વેન્શન પ્લેનરી હોલમાં દુનિયાના દેશોની સરકારોના ઉચ્ચ પ્રતિનિધિ અને પદાધિકારીઓ અને ડેલીગેશનો ઉપરાંત વિદેશમાંથી પ્રતિષ્ઠિત અને ગણમાન્ય આંતરરાષ્ટ્રીય ઉદ્યોગવ્યાપાર જગતના વરિષ્ઠ અગ્રણીઓ, કંપની સંચાલકો અને તજજ્ઞોના ડેલીગેશનો ઉપસ્થિત રહ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આમ પ્રજાને કંઇક બીજા કરતાં જુદી અને નવું જાણવા અને જોવાની ઇચ્છા થતી હોય છે. ત્યારે આજે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2013ના પ્રસંગે વી.આઇ.પી મહેમાનો અને ડેલિગેટસ માટે કેવા પ્રકારના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક ગુજરાતની અનુભૂતિ કરાવતી છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના શાનદાર પ્રારંભ પ્રસંગે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે, વિકાસ અને માનવજાતના કલ્યાણ માટેના નીતિનિર્ધારકો માટે આ ગ્લોબલ સમિટ દિશાદર્શક બની ગઇ છે. ર૧મી સદીમાં વૈશ્વિક પડકારોને અવસરમાં બદલવા અને ટેક્નોલોજી તથા નોલેજમાં પાર્ટનરશીપ વિસ્તારવા ગુજરાતની આ પહેલ વિશ્વ સમસ્તના અર્થતંત્રને વિશ્વાસનો અને સકારાત્મક સંદેશ આપે છે, એમ તેમણે જણાવ્યું હતું.

English summary
Delegates from 120 countries attend Vibrant Gujarat 2013 Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X