For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો : જુઓ કેવી છે વાઇબ્રન્ટની વિવિધ તૈયારી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ ગ્લોબલ સમિટને લઇને દેશ-વિદેશમાં ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં B2B અને B2G બિઝનેસ ઉપરાંત અન્ય ઘણીબધી બાબતો આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. ત્યારે આજે 8 જાન્યુઆરીએ ભારતના સૌથી મોટા એક્ઝિબિશનનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.

ગુજરાતના એક્ઝિબિશનના ક્ષેત્રફળની વાત કરીએ તો આ વખતે 100,000 સ્વેર મિટરના વિસ્તારમાં મેગા એક્ઝિબિશન થવા જઇ રહ્યું છે. આ વિસ્તારમાં 1000થી પણ વધારે સ્ટોલ લાગેલા હશે. જેમાં 25000 જેટલી પ્રોડક્ટસને ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. આ મેગા પ્રદર્શનીમાં 15 લાખથી પણ વધારે જનમેદની ઉમટી પડે તેવું અમનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2013 દ્વારા દેશના ટોચના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોના આયોજન દ્વારા સીમાચિન્હરૂપ સિદ્ધિ સ્થાપવા સજ્જ થયું છે. પાટનગરના હૃદયસમા સેકટર 17ના ટાઉનહોલ પાસે, એક લાખ ચો.મી. વિસ્તારમાં પથરાયેલા આ ગ્લોબલ ટ્રેડ શોમાં 14થી વધુ દેશોની એક હજારથી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે એટલું જ નહીં, અન્ય દેશની સરકારો અને અન્ય રાજ્યો પણ આમાં સહયોગી બનશે. 13 ડોમ્સ, 14 એકસકલુઝીવ પેવેલિયન 1000થી વધુ સ્ટોલ્સ અને 25,000થી વધુ પ્રોડકટસ દર્શાવતો આ ગ્લોબલ ટ્રેડ શો દેશનો આ પ્રકારનો પ્રથમ શો બની રહ્યો છે.

આ શોમાં દેશમાં સૌ પ્રથમવાર હજારો સ્વારોવસ્કી રત્નો, સુવર્ણ અને ચાંદી જડેલી ડીઝાઇન કરેલી કાર પણ પ્રદર્શનના સ્થળે મુકવામાં આવી છે. અન્ય ઘણાં ઇનોવેશન્સ પણ રજૂ થયાં છે તેમાં શોલવે ગ્રૃપનું અનોખા સોલાર એરક્રાફટ મોડેલનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગ્લોબલ ટ્રેડ ફેરનો આ ભવ્ય નજારો રાત્રિના સમયે તો અનોખો ઝળહળી રહ્યો છે જે સૌ કોઇનું ધ્યાન ખેંચે છે. આ માટેની તૈયારી અને એક્ઝિબિશન સ્થળને કેવી રીતે શણગારવામાં આવ્યું છે તેની અહીં ઝલક તસવીરોમાં આપવામાં આવી છે...

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

લાઇટથી ઝગમગતો ફૂવારો

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

લાઇટિંગથી સજાવવામાં આવેલી ગુજરાત વિધાનસભાની ઇમારત

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

એક્ઝિબિશનના વિવિધ પેવેલિયન

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

દિવસ દરમિયાન પેવેલિયન

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

પેવેલિયનનો નાઇટ ઓવર વ્યૂ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

વિવિધ દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013'ની સજાવટ

રાત્રિના સમયમાં ઝગમગતી ગુજરાત વિધાનસભા અને સચિવાલય

English summary
Pictures : Vibrant Gujarat Summit 2013 preparation in vibrant images.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X