વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 : 26 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિશેષ કોન્ફરન્સ
Vibrant Gujarat Summit-2024 : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તારીખ 26 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 કોન્ફરન્સનું સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આયોજન કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. જેના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની યુનિવર્સિટીઓના કુલપતિઓ, NEP નોડલ ઓફિર્સ અને નિષ્ણાતો મળી 480 જેટલા ડેલીગેટ્સ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે.

અલગ-અલગ ચાર સેશનમાં 20 જેટલા નિષ્ણાતો પોતાનાં વક્તવ્ય આપશે અને ચર્ચા-વિચારણા પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ભારતમાં 36 વર્ષ બાદ શિક્ષણક્ષેત્રે ધરખમ સુધારો લાવતી એક મહત્વપૂર્ણ નીતિ છે. આજે દેશના અનેક રાજ્યોમાં આ નીતિનું સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, અને ગુજરાત NEP-2020 ના સફળ અને અસરકારક અમલીકરણમાં પણ અગ્રેસર છે. આ કોન્ફરન્સ માટે એક ખાસ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
