• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાયબ્રન્ટ ગુજરાતઃ યુવા કનેક્ટ ફોરમ હેઠળ ચાર શહેરોમાં લીડરશીપ ટોક યોજાશે

|

રાજ્યમાં જાન્યુઆરી મહિનાથી શરૂ થઇ રહેલી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અંતર્ગત 18 જાન્યુઆરી સુધી રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વૈચારિક શ્રેણી અંતર્ગત લીડરશીપ ટોક યોજવામાં આવશે. જેમાં યુવા વ્યવસાયિકો અને ઉદ્યોગ શાહસિકો પોતાના અનુભવોની સાથે નવા એન્ટરપ્રેન્યોર શરૂ કરવા પ્રેરિત કરશે. યુવા રોકાણકારો સાથે સંવાદ કરશે.

જોબ સિકર નહી જોબ ગિવર બનાવવા પ્રયાસ

જોબ સિકર નહી જોબ ગિવર બનાવવા પ્રયાસ

ગુજરાત ધંધા ઉદ્યોગ અને વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે દેશભરમાં અગ્ર સ્થાને છે. ઉદ્યોગ સાહસિકતા સાથે ઇનોવેશનને જોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ન્યુ ઇન્ડિયા', સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના પુરુષાર્થમાં આ સમીટ મહત્વરૂપ બની રહેશે. જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બનવાની દિશામાં સરકાર યુવાઓને પ્રેરિત કરી રહી છે. ઉદ્યોગ સાહસિકતા સાથે ઇનોવેશનને જોડવાનો વાયબ્રન્ટ ગુજરાત સમિટનો ધ્યેય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

યુવા આઇકોન ઉદ્યોગ સાહશિકોને સંબોધશે

યુવા આઇકોન ઉદ્યોગ સાહશિકોને સંબોધશે

વાયબ્રન્ટ સમિટ સંદર્ભે પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર તેમજ આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે જ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા: ધ સ્ટોરી ઑફ અ બિલિયન ડ્રીમ્સ' ઉપરના સમૂહ ચિંતનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવાનો, યુવા વ્યવસાયિકો, ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ, સ્ટાર્ટ-અપ, ખેલજગત અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ ધરાવતા યુવા આઈકોન ઉપસ્થિત રહીને વાર્તાલાપ કરશે. આ મંત્રણામાં યુવાનો દ્વારા વિચારો અને જ્ઞાનની આપ-લે તેમજ યુવાનો દ્વારા સામાજિક અને આર્થિક વિકાસને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તે માટે વિચાર-વિમર્શ થશે અને પ્રશ્નોતરી પણ યોજાશે.

ચાર શહેરોમાં યોજાશે લીડરશીપ ટોક

ચાર શહેરોમાં યોજાશે લીડરશીપ ટોક

ચાર શહેરોમાં યોજાનાર ‘લીડરશીપ ટોક'માં સમગ્ર ભારતના યુવાનો અને ઉદ્યોગપતિઓને તેમના સર્જનાત્મક વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે ગુજરાતના ક્રિકેટર ચેતેશ્વર પુજારા, ઈરફાન પઠાણ, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓમાં અરવિંદ મિલ્સના પુનિત લાલભાઈ અને રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાનના વતની અને દેશના સફળ યુવા સરપંચ છાવી રાજવત, yourstory.com ના સ્થાપક શ્રદ્ધા શર્મા, ટીચ ફોર ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ શાહીન મિસ્ત્રી ઉપસ્થિત રહેશે.

યુથ ક્નેક્ટ ફોરમમાં સ્ટાર્ટ અપ પર સંવાદ

યુથ ક્નેક્ટ ફોરમમાં સ્ટાર્ટ અપ પર સંવાદ

5 જાન્યુઆરી 2019ના રોજ ના રોજ આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી - વડોદરા, તા. 9 જાન્યુઆરીએ આત્મીય યુનિવર્સિટી - રાજકોટ, તારીખ 11 જાન્યુઆરી ઔરો યુનિવર્સિટી - સુરત તેમજ 16 જાન્યુઆરીના રોજ આઈઆઈએમ - અમદાવાદ ખાતે યુથ કનેક્ટ ફોરમ યોજાશે.

અછતગ્રસ્ત વિસ્તારોના ઉત્થાન માટે કેન્દ્ર પાસે 1725 કરોડની સહાયની સરકારની માંગ

English summary
Vibrant gujarat summit leadership talk program will be organised in four major cities of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more