For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : BMW કારને અમદાવાદના વેપારીએ ગધેડાથી ખેંચાવી, કેમ કે

અમદાવાદમાં BMWના માલિક ચંદ્રકાંત સિદગરએ બીએમડબલ્યૂ કારની ખરાબ સર્વિસનો વિરોધ કરવા કર્યો અનોખો વિરોધ. ગધેડાઓથી ગાડી ખેંચાવીને વિરોધ કરનાર વેપારીનો આ વીડિયો જુઓ અહીં.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં BMWના માલિક ચંદ્રકાંત સિદગરએ બીએમડબલ્યૂ કારની ખરાબ સર્વિસનો વિરોધ કરવા કર્યો અનોખો વિરોધ. ગધેડાઓથી ગાડી ખેંચાવીને વિરોધ કરનાર વેપારીનો આ વીડિયો જુઓ વનઇન્ડિયા ગુજરાતી પર અહીં. ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંતે અઢી મહિના તેમની બીએમડબલ્યૂ કાર જેનો ગાડી નંબર GJ 01 RJ 4401 છે. તેને સર્વિસમાં આપી હતી. એન્જિનના પ્રોબ્લેમના કારણે તેમણે આ નવી કારને સર્વિસમાં આપી હતી. જો કે અઢી મહિના પછી પણ સ્પેરપાર્ટ નથી આવ્યા તેમ કહીને કાર પાછી ના આપતા ચંદ્રકાંતભાઇને રોષ વ્યક્ત કર્યો હતો.

bmw car

જે બાદ તેમણે ગધેડાઓ દ્વારા તેમની બીએમડબલ્યૂ કાર ખેંચાવીને વિરોધ કર્યો હતો. અને આ વાતનો વીડિયો સોશ્યલ મીડિયા અને વોટ્સઅપ પર પણ વાયરલ થયો હતો. વેપારીનું કહેવું હતું કે આટલી પ્રસિદ્ધ કારની બ્રાંડ હોવા છતાં સ્પેરપાર્ટના પ્રશ્નના કારણે તેમણે લાંબા સમય સુધી અગવડતા અનુભવી છે. અને તે આ રીતે વિરોધ કરીને કંપનીમાં ઊંચે સુધી પોતાનો મુદ્દો પહોંચાડવા માંગે છે. ત્યારે વોટ્સઅપ પર તેમનો આ વાયરલ થયેલો વીડિયો તમે પણ જુઓ અહીં...

English summary
Ahmedabad : Gujarati Business unique protest for bad BMW Car Servicing. See here its video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X