How to: વીડિયો જોઇને શીખો દોઢિયું રમતા
નવરાત્રીમાં તમારે ગરબા રમતા શીખવું હોય તો વનઇન્ડિયા ગુજરાતીના આ વીડિયો તમારા કામમાં આવી શકે છે.તો શું તમારે ગરબા રમતા શીખવું છે? તો આજે અમે તમને ગુજરાતના ફેમસ દોઢિયાના સ્ટેપ વિષે જણાવીશું. દોઢિયાના અલગ અલગ સ્ટેપ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન માઇભક્તો કરતા હોય છે. પણ નીચેના વીડિયો દ્વારા અમે તમને સરળ રીતે દોઢિયાના સ્ટેપ કરતા શીખવી રહ્યા છે. જો તમને દોઢિયું ના આવડતું હોય તો આ વીડિયો તમારી મદદ કરી શકે છે. કારણ કે તમે ઘરે બેઠા વીડિયો જોઇને દોઢિયું કરતા શીખી શકો છો. અને એક વાર શીખી ગયા પછી તમે પોતાની રીતે આમાં વેરિએશન પણ લાવી શકો છો.
યુટ્યૂબ પર આ વીડિયો જોવા ક્લિક કરો અહીં
દોઢિયાનો આ સ્ટેપમાં ચાર સ્ટેપ આગળ, બે સ્ટેપ પાછળ અને બે સ્ટેપ આગળ લઇને સ્ટેપ લેવાના હોય છે. અનેક લોકો અલગ અલગ રીતે દોઢિયાના સ્ટેપ લે છે. અમે તમને દોઢિયું કેવી રીતે લેવું, તેની શું ટ્રીક છે તે તમામ વાતો નીચેના વીડિયોમાં બતાવી છે. તો શીખો વનઇન્ડિયા ગુજરાતી સાથે દોઢિયું કરતા. જુઓ આ વીડિયો...