For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગેરકાનૂની દારૂ ઘુસાડવાની જબદસ્ત ટ્રીક, પોલીસે કરી ફેલ!

ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે ગેરકાનૂની રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં માટે બૂટલેગરો નીતનવા કિમીયા અપનાવે છે. જેનો પુરાવો છે આ વીડિયો.

|
Google Oneindia Gujarati News

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ તો છે છતાં ગેરકાનૂની રીતે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડતા આવ્યા છે. અને તે માટે નીત નવા કિમીયા પર અપનાવી છે. જો કે સામે પક્ષે ગુજરાતની પોલીસ દ્વારા પણ બૂટલેગરોના આ તમામ કિમીયાને ખુલ્લા પાડવાના બનતા પ્રયાસો કરવામાં આવે છે. અને કંઇક આવું જ હાલ પણ બન્યું છે. ગુજરાતમાં ગેરકાનૂની રીતે દારૂ ઘુસાડવાના આવા જ એક અલગ કીમિયામાં પોલીસની સર્તકતાએ બૂટલેગરોનો પ્લાન ફેલ કર્યો છે.

daru

સુરતની વરાછા પોલીસને બાતમી મળી હતી કે દમણથી ટુ વ્હીલરની અંદર દારૂ સંતાડીને લાવવામાં આવી રહ્યું છે. જે બાદ વરાછા પોલીસે વોચ ગોઠવી દારૂને લઈ આવતા બંન્નેને ઝડપી પાડ્યા હતા. વરાછા પોલીસ તપાસ કરતા ટુ વ્હીલર માંથી શરૂઆતમાં કશું હાથ ન નીકળ્યું. પણ પોલીસે બંન્નેની વધુ પૂછપરછ કરતા રાજ ખુલ્યો કે ટુ વ્હીલરની બોડીની અંદર સેલોટેપથી બોટલ ચોંટાડી દારૂ લવાયો છે. જે જોઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

Read also: Video: મેન ગેટ છોડી, દિવાલ કૂદી સિંહે મારી એન્ટ્રી!Read also: Video: મેન ગેટ છોડી, દિવાલ કૂદી સિંહે મારી એન્ટ્રી!

પોલીસે તપાસ જણાવા મળ્યું છે કે આ દારૂ દમણથી લાવવામાં આવ્યો હતો. અને ટુ વ્હીલરમાં દારૂની 500 બોટલ ફીટ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ટુ વ્હીલરની અંદરથી દારૂની 144 બોટલ નીકળી હતી. ત્યારે દારૂની હેરાફેરી કરતા બંન્ને આરોપી મનોજ પાટીલ અને વીકી રાઠોડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે માહિતી હાલ પુછપરછ કરી રહી છે. નોંધનીય છે કે આ પહેલા પણ પોલીસે રીક્ષાની સીટના ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે એક બાજુ ચતુર બુટલેગરો કોઈ પણ રીતે દારૂ ઘુસેડવાનો પ્રયત્ન કરતા રહ્યા છે તેમ છતાં તે પોલીસની નજરથી બચી નથી શક્યા.

English summary
Video: See here the new technique to bring illegal liquor in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X