For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: પેન્ટના ખિસ્સામાં મુકેલા મોબાઇલમાં બ્લાસ્ટ થયો

જો તમે પણ તમારા મોબાઇલને તમારા ખિસ્સામાં રાખો છો, તો આ ધ્યાનમાં રાખો કે તે ન થવું જોઈએ કે તમારે હોસ્પિટલમાં જવું પડે! આજકાલ, મોબાઇલમાં થતા વિસ્ફોટો થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ તમારા મોબાઇલને તમારા ખિસ્સામાં રાખો છો, તો આ ધ્યાનમાં રાખો કે તે ન થવું જોઈએ કે તમારે હોસ્પિટલમાં જવું પડે! આજકાલ, મોબાઇલમાં થતા વિસ્ફોટો થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. શનિવારે સુરતના એક વ્યક્તિ સાથે આવી જ એક ઘટના થઇ. અહીં, ઉધના વિસ્તારમાં મઢીની ખમણી નામની દુકાન પર એક વ્યક્તિના પેન્ટના પોકેટમાં મુકેલો મોબાઈલ સળગી ઉઠ્યો. તેમાંથી નીકળો ધુમાડો જોઈને, તે ચોંકી ગયો અને ઝડપથી પેન્ટ ઉતાર્યો. ત્યાં હાજર લોકો તેની તરફ દોડ્યા.

Mobile explodes

સુરતમાં મોબાઈલમાં બ્લાસ્ટ, વ્યક્તિનો જીવ બચ્યો

પત્રકારે કહ્યું કે પેન્ટને ઝડપી ઉતારી દેવાના કારણે વ્યક્તિ બચી ગયો. તેને કોઈ નુકસાન થયું નથી, પરંતુ આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. આવામાં ઘણા લોકો એમ પણ કહેતા હતા કે મોબાઇલમાં પોકેટમાં રાખવોએ ખરેખર જોખમી છે.

Mobile explodes

જ્યારે જીવતો બળી ગયો હતો એક વૃદ્ધ

જણાવી દઈએ કે, રાજસ્થાનના ચિત્તોડગઢના પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારમાં મોબાઇલ વિસ્ફોટ થયા પછી એક વૃદ્ધ માણસનું મૃત્યુ થયું હતું. મોબાઇલમાં વિસ્ફોટ થયા પછી,વૃદ્ધના કપડાને આગ લાગી. અને તે વૃદ્ધ સળગી મૃત્યુ પામ્યા. પોલીસે આ કેસ દાખલ કર્યો અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને મૃતદેહ આપ્યો હતો.

મોબાઇલમાં વિસ્ફોટ, 10 વર્ષના બાળકનું મૃત્યુ

મધ્યપ્રદેશના ધઆર જિલ્લામાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી. મોબાઈલમાં ત્યારે વિસ્ફોટ થયો જયારે મોબાઇલ ચાર્જમાં હતો. મોબાઇલમાં થયેલા વિસ્ફોટના કારણે 10 વર્ષ ના બાળકનું મૃત્યુ થયું હતું. આ તે વિચારની બહાર છે કે મોબાઇલમાં લાગેલી નાની બેટરી કોઈના જીવન માટે જોખમી કેવી રીતે બની શકે છે.

English summary
Video Viral: In surat Mobile explodes in man's pocket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X