• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીડિયો વાયરલ: વડોદરામાં એક રિક્ષાચાલકની રસ્તા વચ્ચે જવાને પીટાઈ કરી

|

ગુજરાતના વડોદરામાં મકરપુર રોડ સ્થિત સુસેન સર્કલ પાસે એસઆરપી જવાન દ્વારા એક રિક્ષાચાલકને માર માર્યો હતો. એસઆરપી જવાન કારમાં સવાર હતો. પહેલા તેણે કાર સાથે રીક્ષાને ટક્કર મારી, પછી નીચે ઉતર્યો અને પછી રિક્ષાચાલક ઉપર રુઆબ મારવા લાગ્યો. તેને રિક્ષાવાળાને થપ્પડ મારવાનું શરૂ કર્યું. લોકો ત્યાં એકઠા થતા રહ્યા, પરંતુ તે રીક્ષાવાળાને મારતો રહ્યો. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો. બાદમાં વીડિયો મકરપુરા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો.

વીડિયોમાં એસઆરપી જવાન મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. તેમાં તેની કાર વળેલી પણ જોવા મળી રહી છે, જે રિક્ષાને ટક્કર માટે છે. તે પછી, એસઆરપી જવાન કારમાંથી બહાર નીકળે છે. તેને રીક્ષાના ચાલકને ખુલ્લેઆમ થપ્પડ મારવાનું શરૂ કર્યું. સ્થળ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના બાદ લોકોએ એસઆરપી જવાન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેલેરિયા-ડેન્ગ્યુનો ખતરો, એલર્ટ

રિક્ષાચાલકની ઓળખ પ્રવિણભાઇ પરમાર તરીકે થઇ હતી. તે કહે છે કે હું સુસેન તરસાલી રોડ પર જતો હતો. મારી રિક્ષાને સુસેન સર્કલ પાસે પાછળથી કારે ટક્કર મારી હતી. હું કાંઈ વિચારું તે પહેલાં ખાકી યુનિફોર્મ કરતો યુવાન નીચે ઉતરી ગયો. તેણે મને માર માર્યો મને પાછળથી ખબર પડી કે તે એસઆરપીનો કર્મચારી છે. મારા 100 નંબર પર ડાયલ કરતા જ મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

English summary
Video Viral: Vadodara SRP Jawan beaten a autorickshaw driver on street
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X