સીએમ રૂપાણી અને કેનેડિયન પીએમ વચ્ચે શિક્ષણ, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અંગે થયો પરામર્શ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી રૂપાણી તેમજ કેનેડાના વડાપ્રધઆન જસ્ટીન ટ્રડો વચ્ચે એક સૌજન્ય મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેનેડિયન પીએમને ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં આવવા માટે આમંત્રિત કર્યા હતા. તેમજ બંને વચ્ચે શિક્ષણ, સ્ટાર્ટઅપ, ઇન્ડસ્ટ્રી અને ઇનોવેશનના ક્ષેત્રે કેનેડા સાથે સહયોગ માટે પણ ચર્ચા થઈ હતી.

vijay rupani

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો તેમજ ઉત્પાદન ક્ષેત્રે બોમ્બાર્ડીયર અને મકેન્સ જેવી કંપનીઓ કાર્યરત છે તે અંગે પણ કેનેડિયન વડાપ્રધાન ટ્રૂડો સાથે ચર્ચા કરી હતી. તેમજ કેનેડિયન પીએમને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ ગ્લોબલ સમિટ 2019માં પધારે અને ગુજરામાં રોકાણની તકોનો ઉપયોગ કરે.

કેનેડાના વડાપ્રધઆન જસ્ટીન ટ્રૂડોએ પણ બેઠક મુલાકાત દરમિયાન ગુજરાતમાં રોકાણની અપાર તકો વિશે ચર્ચા કરી હતી. તેમજ મુખ્યમંત્રી રૂપાણીને બીજી વારમુખ્યમંત્રી તરીકે પસંદગી પામવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat CM Vijay Rupani and Justin Trudeau discussed various aspects of cooperation between Gujarat and Canada in education, industry, start-up and innovation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.