દેવભૂમિ દ્વારકાઃ પાણીની અછત સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

Subscribe to Oneindia News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામના ગ્રામજનોએ પાણીના પ્રશ્ન સામે વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારે વિરોધના બીજા દિવસે ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાટીયા ગામના લગભગ 400 જેટલા લોકોએ પાણી પુરવઠા ઓફિસની તાળ બંધી કરી હતી. ગ્રામજનોને વર્ષોથી પીવાનું પૂરતું પાણી મળતું ન હોવાને કારણે તેમનો રોષ ઉછળ્યો હતો.

dwarka protest

જામનગર-દ્વારકા હાઈવે પર ગ્રામજનોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યો હતો, તેમણે હાઇવે પણ માનવ સાંકળ રચી ટ્રાફિક જામ કરી દીધો હતો. આ મામલે પોલીસે 200 જેટલા લોકોની અટકાયત કરી હતી. પાણીના વિકટ પ્રશ્નને લઇને ગ્રામજનો ઉપવાસ કરી આંદોલન કરી રહ્યાં છે. તો બીજી બાજુ સરકાર અછત સમિતિ બેઠક કરી પ્રજાના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની મોટી મોટી વાતો કરી રહી છે.

dwarka protest
English summary
Devbhumi Dwarka: Villagers of Bhatia protest against water scarcity on Jamnagar-Dwarka highway.
Please Wait while comments are loading...