For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડે. ચૂંટણી કમિશનરે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા કરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર : ભારતના ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશ્‍નર વિનોદ ઝુત્‍સી આજે સવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા ઝુત્સીના આગમન સાથે જ મતદાર યાદી કાર્યક્રમમાં ધમધમાટ વધી ગયો છે. આજે સવારે ગાંધીનગર પહોંચ્‍યા બાદ તેમણે ગુજરાતના મુખ્‍ય ચુંટણી અધિકારી અનિતાબેન કરવાલ તથા અન્‍ય અધિકારીઓ સાથે મીટીંગો યોજી હતી.

આ પછી સવારે 10 વાગ્‍યાથી રાજકોટ સહિત રાજયના કલેકટરે, ડેપ્યુટી કલેકટરો કે જેઓ ઇઆરઓ તરીકે પણ નિમાયેલા છે તેમની સાથે વિડીયો કોન્‍ફરન્‍સ શરૂ કરી હતી. કોન્ફરન્સની સાથે વિનોદ ઝુત્‍સીએ જીલ્લા વાર મતદાર યાદી કાર્યક્રમમાં થયેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી છે.

anita-karwal-vinod-zutshi

તેમણે મતદાર યાદી કાર્યક્રમમાં કોઇ કચાશ ન રાખવા, મતદાર ઓળખપત્ર કાર્ડની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા, આવનાર લોકસભા ચૂંટણી અન્‍વયે સ્‍ટાફની માહિતી કવર કરી લઇ ડેટા એન્‍ટ્રી પૂર્ણ કરવા, નવા મહિલા મતદારો વધુને વધુ ઉમેરવા તથા આંગણવાડી - મધ્‍યાહન ભોજન કેન્‍દ્રો તથા અન્‍ય સ્ત્રોત કે જયાંથી નવા મહિલા મતદારો વધુને વધુ નામ નોંધાવી શકે તે અંગેની સવિશેષ કાર્યવાહી કરવા ખાસ સુચના આપી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ઝુત્સીએ બપોરે ત્રણ વાગ્યા સુધી વિડિયો કોન્ફરન્સની મદદથી રાજ્યના ચૂંટણી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

English summary
Vinod Zutshi talked with election officials in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X